Connect Gujarat
વડોદરા 

વડોદરા: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ યુનીટનું લોકાર્પણ કર્યું

વડોદરા: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ યુનીટનું લોકાર્પણ કર્યું
X

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે માનવ રક્તમાંથી અશુદ્ધીઓનું નિવારણ કરવા માટેના ડાયાલિસિસ યુનીટનું લોકાર્પણ કર્યું હતું. ખાસ કરીને કિડનીના દર્દીઓ માટે આ સુવિધા આશીર્વાદ સમાન ગણાય છે.તેમણે પૂજ્ય બ્રહ્મલીન પ્રમુખસ્વામિ મહારાજના આશીર્વાદ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સંસ્થા માનવમનની વ્યસન, હિંસા, દુરાચાર જેવી અશુદ્ધિઓ નીવારીને સદાચારી સમાજના નિર્માણનું જે વિશ્વવ્યાપી કામ કરે છે તેના માટે સંતો અને સંસ્થાની હાર્દિક વંદના કરી હતી.



તેની સાથે ભાજપ કાર્યાલય આયોજિત અંગદાન જાગૃતિ પોસ્ટર અભિયાન અને જીવન રક્ષક સી.પી.આર. તાલીમનો ગૃહ રાજ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. પક્ષ દ્વારા રાજ્યમાં તમામ આઇસીયુ અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે અંગદાન પ્રોત્સાહક પોસ્ટર લગાવવાનું આયોજન છે જ્યારે સી.પી.આર. તાલીમ મેડિકલ ઇમરજન્સીમાં જીવનરક્ષક બનશે તેમ ડો. વિજય શાહે જણાવ્યું હતું.બાપ્સ ના જ્ઞાન વત્સલ સ્વામી અને મેડિકલ વિંગના વડા નિખિલેશ સ્વામી એ મંત્રીને ડાયાલિસિસ યુનિટ સંલગ્ન આઈસોલેશન બેડ સહિતની અદ્યતન સુવિધાઓ અને તેની ઉપયોગિતાની વિગતવાર જાણકારી આપી હતી. ગૃહ રાજ્યમંત્રી અને સંતોએ માહિતી પુસ્તિકાનું વિમોચન કર્યું હતું.આ પ્રસંગે વડોદરા મહાનગરના મેયર કેયુર રોકડીયા,શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ,પક્ષના પૂર્વ ધારાસભ્ય,પૂર્વ મેયર સહિત પદાધિકારીઓ અને તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story