Connect Gujarat
વડોદરા 

વડોદરા : મીરા હત્યા કેસનું રહસ્ય ઉકેલાશે, 5 દિવસ બાદ સંદિપ મકવાણાને પોલીસે દબોચ્યો, સઘન પુછપરછ શરૂ...

યુવતીની નર્મદા જિલ્લાના તીલકવાડા પોલીસ મથકની હદમાં એક ખેતરમાંથી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઇ હતી.

વડોદરા : મીરા હત્યા કેસનું રહસ્ય ઉકેલાશે, 5 દિવસ બાદ સંદિપ મકવાણાને પોલીસે દબોચ્યો, સઘન પુછપરછ શરૂ...
X

વડોદરા શહેરના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી 20 વર્ષીય યુવતીની નર્મદા જિલ્લાના તીલકવાડા પોલીસ મથકની હદમાં એક ખેતરમાંથી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઇ હતી. આજરોજ પોલીસે મીરાએ છેલ્લે જેની સાથે હોવાનો મેસેજ કર્યો હતો, તે સંદિપ મકવાણાને તિલકવાડા LCBએ પકડી પાડ્યો છે. જેની વધુ પુછપરછ માટે તેને તિલકવાડા લઇ જવામાં આવ્યો છે, ત્યારે પોલીસ તપાસ બાદ જ આ ઘટના પાછળનું રહસ્ય છતું થશે.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી પાસે બળીયાદેવ મંદિર સામે આવેલા ખેતરમાં માતા-પિતા સાથે રહેતી મીરાં નિલેશ સોલંકી બે દિવસ બાદ પરત ન ફરતા પિતા નિલેશ સોલંકીએ માંજલપુર પોલીસ મથકમાં મીરા ગુમ થઈ ગયાની અરજી આપી હતી. બીજી બાજુ નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકની હદમાં આવેલ ખેતરમાંથી મીરાની લાશ મળી આવતા તિલકવાડા પોલીસે લાશની ઓળખ કરવા માટે તપાસ હાથ ધરી હતી. જેની ઓળખ પરિવારે મીરા હોવાની કરી હતી. તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે સુવિધા યોગ્ય ન હોવાના કારણે અને પોસ્ટમોર્ટમ કરવાનું હોવાથી મીરાનો મૃતદેહ વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. તો બીજી તરફ તિલકવાડા પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જેમાં આજરોજ તિલકવાડા એલ.સી.બી.ને સફળતા મળી હતી. યુવતિની હત્યા બાદથી તેનો મિત્ર સંદિપ મકવાણા ગુમ હતો. પોલીસ તેની શોધખોળમાં લાગી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, સંદિપ મકવાણા આજવા રોડ પર ફરતો હોવાની માહિતી મળતા તિલકવાડા પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં સંદિપ મકવાણા ઝડપાઇ ગયો છે. પોલીસ સંદિપને લઇને મામલાની વધુ પુછપરછ કરવા માટે તિલકવાડા લઇ ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. હવે આ મામલે વધુ પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

નર્મદા જિલ્લા એસપી પ્રશાંત સુંબેએ વાત કરતા જણાવ્યું હતું કે, ટેકનીકલ સર્વેલન્સના આધારે સંદિપ મકવાણા વડોદરામાં હોવાની માહિતી મળતા ટીમ રવાના થઇ હતી. તેની અટકાયત કરવામાં આવી છે. આ સનસનીખેજ બનાવ અંગે માંજલપુર વિસ્તારના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ અગાઉ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મીરા સોલંકી પરિવારની એકની એક દીકરી હતી. તેને તાજેતરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જોકે, 2 દિવસ પહેલા તે ઘરેથી નીકળી પરત ફરી હતી. આથી પરિવારજનો દ્વારા માંજલપુર પોલીસ મથકમાં ગુમ દીકરી ગૂમ થયાની અરજી પણ આપવામાં આવી હતી. બીજી બાજુ મીરાએ તેની પિતરાઈ બેનને વોટ્સએપ પર મેસેજ કરીને જણાવ્યું હતું કે હું સંદિપ સાથે છું. ચિંતા કરશો નહીં. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે આવી જઇશ.

Next Story