વડોદરા : કોંગ્રેસ દ્વારા શરીર પર પટ્ટા અને સાંકળ મારી સ્માર્ટ મીટરનો દર્દનાક વિરોધ...

વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર નો વિરોધ પહોંચ્યો છે.

વડોદરા : કોંગ્રેસ દ્વારા શરીર પર પટ્ટા અને સાંકળ મારી સ્માર્ટ મીટરનો દર્દનાક વિરોધ...
New Update

વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર નો વિરોધ પહોંચ્યો છે. ત્યારે શહેરના માંજલપુર વિસ્તારમાં શહેર કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહે અનોખી રીતે વિરોધ કરી પોતાની વેદના વ્યક્ત કરી છે. શરીર પર ચામડાનો પટ્ટો જૂના મીટર માટે અને લોખંડની સાંકળ નવા સ્માર્ટ મીટર માટે મારી નવા સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ કર્યો છે.

કોંગ્રેસના પૂર્વ ઉપ પ્રમુખ વિનોદભાઈ શાહે જણાવ્યું હતું કે ભાજપે સાત 7 તારીખ પહેલા ગુજરાતમાંથી લોકોના વોટ લઈ લીધા, અને ત્યાર પછી એ લોકોએ આ સ્માર્ટ મીટર લગાવી કનેક્શન ચાલુ કરી દીધા, એટલે આ ખરેખર ગુજરાતીઓને છેતરીને એમના વોટ લઈ લીધા છે. આજે જે લોકોનું 2 મહિનાનું 6,000 બિલ આવતું હતું, તે લોકોનું અત્યારે 20 દિવસમાં 6,000 બિલ આવવા માંડ્યું છે. સ્માર્ટ મીટરને લીધે લોકો પોતાના ઘરોમાં પંખા ચાલુ નથી કરતા અને નાના છોકરાઓને ગરમીમાં શેકાવું પડે છે. વાંચવા માટે લાઈટો નથી હોતી. આ સ્માર્ટ મીટર ખરેખર ભાજપે સ્માર્ટ ચીટીંગ કરવાની પદ્ધતિ શોધી કાઢી છે. ભાજપ અત્યારે લોકોને સ્માર્ટ રીતે છેતરી રહ્યું છે. મારા શરીરને કષ્ટ આપવાથી મને ખબર છે કે આ જાડી ચામડીના નેતાઓ કે અધિકારીઓને કોઈને ફરક પડવાનો નથી.

પરંતુ યાદ રાખજો જે દિવસે આ ગુજરાતની છ કરોડ પ્રજા સમજી જશે કે આ ભારતીય જનતા પાર્ટી રામના નામે લોકોના ખિસ્સા ખાલી કરી રહી છે, ખિસ્સા ખંખેરી રહી છે અને જે દિવસે આ ગુજરાતીઓ જાગી જશે તો આ ભારતીય જનતા પાર્ટીની સત્તા નહિ રહે. જે અધિકારીઓનું અને એમની પાછળ જેનું બળ હશે સંડોવણી હશે આ સ્માર્ટ મીટરમાં એ બધા જેલમાં જશે. ભાજપે સ્માર્ટ ચિટિંગ કાઢી છે. રામના નામે છેલ્લા ૩૦ વર્ષથી ચીટીંગ કરતી આવી છે. ગુજરાતીઓને અને આખા દેશને છેતરતી આવી છે, પણ રામના નામે લોકોના પેટ નથી ભરાવાના, રામ એક આસ્થાનો વિષય છે. લોકોની ભાવના સાથે ભાજપ રમી રહ્યું છે. ભાવનાનો દુરુપયોગ કરી રહ્યો છે. બેનર લઈને ઉભો રહુ, આ રીતે વિરોધ કરું પણ આ તો મેં મારા જે દેશના કરોડો નાગરિકો છે તેમને જે કષ્ટ પડ્યું છે એ મેં મારી જાતે આ પ્રકારે મારી વેદના વ્યક્ત કરી છે. લોકોને આ દર્શાવી રહ્યો છું કે મને જે વેદના થઈ રહી છે એનાથી 100 ગણી લોકોને મીટરો બદલાવાથી થઈ છે. પહેલા જે પટ્ટા માર્યા એ જૂના મીટરના લીધે માર્યા છે અને જે સાંકળ મારી છે એ નવા મીટરના વિરોધ કરવા માટે મારી છે.

#smart meters #chain #belt #opposition #Painful #Congress #Vadodara
Here are a few more articles:
Read the Next Article