Connect Gujarat
વડોદરા 

વડોદરા: PCB દ્વારા એક લાખથી વધુના વિદેશી દારૂ સાથે કુલ 9.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસમને ઝડપી પાડી ફરી એકવાર પીસીબી દ્વારા સપાટો બોલાવતા આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે

વડોદરા: PCB દ્વારા એક લાખથી વધુના વિદેશી દારૂ સાથે કુલ 9.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
X

વડોદરા શહેર પીસીબી દ્વારા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ અયોધ્યાનગર પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં ફોર વિલર કારમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસમને ઝડપી પાડી ફરી એકવાર પીસીબી દ્વારા સપાટો બોલાવતા આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બાતમીના આધારે સફળ રેડ કરી રૂપિયા 1,05,600 નો ઈંગ્લીશ દારૂ ના 180મિલી ના ટેટ્રોપેક પાઉચ 1056 જપ્ત કરી બે ઈસમો પાસેથી કુલ મુદામાલ 9,48,420 કબજે લીધો હતો.

વડોદરા શહેરમાં અવાર નવાર દારૂના વેપાર સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ પીસીબી દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ફરી એકવાર ચોક્કસ બાતમીના આધારે સોમનાથ નગર તરસાલી ખાતે રહેતા પ્રવીણ ઉર્ફે લાલો પંચાલ જેઓ પોતાની બલેનો કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખે તરસાલી અયોધ્યા નગરની પાછળ આવેલ સરકારી વસાહતના મકાનનો પાસે આવેલ ખુલ્લી જગ્યામાં કાર પાર્ક કરી દારૂની પેટીઓનું વેચાણ કરે છે.

તેવી માહિતીના આધારે વડોદરા શહેર પીસીબી દ્વારા આ વિસ્તારમાં રેડ કરતા બે ફોરવીલર કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો એક કારમાંથી બીજી કારમાં મુકતા જણાઈ આવતા પીસીબી દ્વારા કુલ કિંમત 9,48,420 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા પીસીબી દ્વારા પ્રવીણ ઉર્ફે લાલો કાંતિલાલ પંચાલ રહે તરસાલી અને ધવલ કિશોરભાઈ પ્રજાપતિ રહે માંજલપુર આ બંને ઇસમોને પીસીબી દ્વારા શહેરના આયોધ્યાનગર પાછળથી ઝડપી ઇંગ્લિશ દારૂના 180 મિલી ટ્રેટ્રોપેક પાઉચ નંગ 1056 કિંમત રૂપિયા 1,05,600 સાથે મોબાઈલ ફોન ,રોકડ રૂપિયા, ફોરવીલર કાર બે કુલ મળી કિંમત રૂપિયા 9,48,420 નો મુદાવાલ જપ્ત કરી પીસીબી દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એકટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે વોન્ટેડ આરોપી તરીકે રાજેસ્થાનના વિજય નું નામ સામે આવ્યું છે જે આગળની તપાસમાં વધુ વિગતો સામે આવશે.

Next Story