Connect Gujarat
વડોદરા 

વડોદરા : ગ્રેડ-પે મામલે પોલીસ પરિવારોએ મોડી રાત્રે કર્યો દેખાવો, ચક્કાજામ થતાં 30 જવાનોની અટકાયત

રાજ્યભરમાં પોલીસ જવાનોને ગ્રેડ પે આપવા મુદ્દે આંદોલન હવે જોર પકડી રહ્યું છે, ત્યારે ગત બુધવારે મોડી રાત્રે

X

રાજ્યભરમાં પોલીસ જવાનોને ગ્રેડ પે આપવા મુદ્દે આંદોલન હવે જોર પકડી રહ્યું છે, ત્યારે ગત બુધવારે મોડી રાત્રે વડોદરાના પ્રતાપનગર હેડકર્વાટર ખાતે પોલીસ જવાનોના પરિવારોએ ભારે સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરતાં ચક્કાજામની સ્થિતિ સર્જાઇ હતી. બનાવના પગલે ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યાં હતા, જ્યારે 30 જેટલા જવાનોની મકરપુરા પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી.

વડોદરા શહેરના પ્રતાપનગર હેડકર્વાટર ખાતે પોલીસ જવાનોના પરિવારોએ ગ્રેડ પે મામલે ભારે સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરતાં ચક્કાજામની સ્થિતિ સર્જાઇ હતી. ગુજરાત પોલીસના જવાનો ગ્રેડ પે મામલે છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મિડીયામાં આંદોલન કરી રહી છે, ત્યારે આ આંદોલનને સમર્થન આપવા માટે ડીપી પર હેશટેગ કરનારા ટ્રાફીક શાખાના લોક રક્ષક અને હેડક્વાર્ટરમાં રહેલા જવાનને સોશિયલ મિડીયાના ઉપયોગ બાબતની આચારસંહીતાની અમલવારીના હુકમનો ઉલ્લંઘન કરવા બદલ ખાતાકીય રાહે સીધી કારણ દર્શક નોટીસ પાઠવવામાં આવી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

વડોદરા શહેર જીલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગૃપે પત્રકાર પરિષદ યોજીને પોલીસ મહાઆંદોલનને ટેકો જાહેર કર્યો હતો. આ સાથે જ ગુજરાત રાજય કર્મચારી સંકલન સમિતીએ પણ આંદોલનને ટેકો જાહેર કર્યો હતો, ત્યારે ગત બુધવારે મોડી રાત્રે પ્રતાપનગર પોલીસ લાઇનમાં રહેતાં પોલીસ જવાનોના પરિવારજનોએ "હમારી માંગે પુરી કરો..."ના સૂત્રોચ્ચાર સાથે થાળીઓ વગાડી દેખાવો કરતાં ઉચ્ચ અિધકારીઓ દોડી આવ્યા હતાં. દરમિયાન એલઆરડી જવાનો ધરણાં પર બેસી ગયાં હતા. રોડ પર પોલીસ પરિવારજનો અને અધિકારીઓના ધાડે ધાડા ઉતરી પડતાં ચક્કાજામની સ્થિતિ સર્જાઇ હતી.

Next Story