Connect Gujarat
વડોદરા 

વડોદરા : રિસેપ્શન વેળા સ્ટેજ પરથી રૂ. 4 લાખ ભરેલા પર્સની ઉઠાંતરી કરી અજાણી વ્યક્તિ ફરાર...

આજવા ચોકડી પાસે આવેલા કાશીદા પાર્ટી પ્લોટમાં લગ્નના રિસેપ્શનમાં સ્ટેજ પરથી રોકડા 4 લાખ ભરેલું પર્સ એક ગઠિયો ઉઠાવી ગયો

વડોદરા : રિસેપ્શન વેળા સ્ટેજ પરથી રૂ. 4 લાખ ભરેલા પર્સની ઉઠાંતરી કરી અજાણી વ્યક્તિ ફરાર...
X

વડોદરા શહેરના આજવા ચોકડી પાસે આવેલા કાશીદા પાર્ટી પ્લોટમાં લગ્નના રિસેપ્શનમાં સ્ટેજ પરથી રોકડા 4 લાખ ભરેલું પર્સ એક ગઠિયો ઉઠાવી ગયો હતો. જે અંગે બાપોદ પોલીસે રિસેપ્શનની વીડિયોગ્રાફી અને પાર્ટી પ્લોટના સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, આજવા રોડ પર સયાજીપાર્ક બસ સ્ટોપ નજીક આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા ચંદ્રકાંત રાણા કસ્ટમ એન્ડ એક્સાઇઝમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે નોકરી કરતા હતા, અને હાલ તેઓ નિવૃત્ત જીવન ગુજારે છે. ગત તા. ૨૯ મીએ તેમના પુત્ર કૃણાલ રાણાના લગ્નનું રિસેપ્શન આજવા ચોકડી પાસે આવેલા કાશીદા પાર્ટી પ્લોટમાં રાખવામા આવ્યું હતું, ત્યારે સાંજે 7 કલાકના અરસામાં રિસેપ્શન શરૂ થયું હતું. રાત્રે 8.45 કલાકે તેમના પત્ની રશ્મિબેન પુત્ર કૃણાલ સાથે સ્ટેજ પર મૂકેલા સોફા પર બેઠા હતા.

મહેમાનો આવતા તેઓ સાથે ફોટા પડાવવા માટે ઉભા થયા હતા. તે દરમ્યાન તેમનું કાળા કલરનું પર્સ તેમણે સોફા પર મૂક્યુ હતું. તે સમયે કોઇ અજાણ્યો વ્યક્તિ આ પર્સ લઇને નાસી છૂટ્યો હતો. જે પર્સમાં કેટરિંગના, ફોટોગ્રાફી તેમજ વાજિંત્રોના ચૂકવવાના નાણાં તેમજ મહેમાનો તરફથી મળેલા ગીફ્ટના કવરો પણ હતા. જે તમામ મળીને અંદાજે 4 લાખ રૂપિયા રોકડા હતા. જે-તે સમયે ચંદ્રકાંત રાણાએ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી જાણ કર્યા બાદ પ્રસંગ પૂરો થતા જ તેઓએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે હાલ તો પોલીસે આ અંગે ચોરીનો ગુનો દાખલ કરી પ્રસંગની વિડિયોગ્રાફી સહિત પાર્ટી પ્લોટના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story