Connect Gujarat
વડોદરા 

વડોદરા: આયુર્વેદિક સારવારથી 3 મહિનામાં ડાયાબીટીસ પૂર્ણપણે મટી શકે છે! વાંચો શું છે પંચકર્મ ઉપચાર

આયુર્વેદમાં દરેક રોગની સારવાર ઉપલબ્ધ છે. ત્યારે ડાયાબિટીસની સારવાર આયુર્વેદ પદ્ધતિથી થઈ શકે છે.

વડોદરા: આયુર્વેદિક સારવારથી 3 મહિનામાં ડાયાબીટીસ પૂર્ણપણે મટી શકે છે! વાંચો શું છે પંચકર્મ ઉપચાર
X

આયુર્વેદમાં દરેક રોગની સારવાર ઉપલબ્ધ છે. ત્યારે ડાયાબિટીસની સારવાર આયુર્વેદ પદ્ધતિથી થઈ શકે છે. જનરલ ફિજીશિયન એસોસિયેશન ઓફ ઇન્ડિયા જાપી એ ડાયાબીટીસ ની સરવાર અંગેના માધવબાગના સંશોધન પત્રને માન્યતા આપવામાં આવી છે. ત્યારે આ અંગે વિસ્તૃત માહિતી આપવા પત્રકાર પરિષદ યોજવામાં આવી.પત્રકાર પરિષદમાં મુંબઈથી ડૉ. રાહુલ મંડોલે સહિત ગુજરાત માધવબાગના વડા ડૉ. સાદિક ખાન ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વ ડાયાબીટીસ દિવસ નિમિત્તે માધવબાગ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં માધબાગના ડોકટરોએ જણાવ્યું હતું કે ટાઇપ 2 ડાયાબિટીસ આયુર્વેદિક પંચકર્મ સારવારની મદદથી સંપૂર્ણ રીતે મટાડી શકાય છે. ટાઈપ 2 ડાયાબિટીસ ઇઝ રિવર્સલના ડો.રાહુલ મંડોલના સંશોધન પેપરને જાપીએ માન્ય કર્યું છે .વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ ભારતમાં ડાયાબિટીસના દર્દીઓ વધુ છે અને ડાયાબિટીસના દર્દીઓમાં ચિંતા જનક વધારો થઈ રહ્યો છે . આજે દરેક ઘરમાં ઓછામાં ઓછો એક ડાયાબિટીસનો દર્દી જોવા મળે છે.વળી,સમાજમાં એવી માન્યતા મુજબ એકવાર ડાયાબિટીસ થાય પછી તે ક્યારેય મટતો નથી.ડાયાબિટીસને ફક્ત નિયંત્રણમાં રાખી શકો છો અને આ માટે તમારે આજીવન દવાઓ અથવા ઇન્સ્યુલિન લેવાની જરૂર પડે છે. એજ રીતે,ડાયાબિટીસને કારણે ઊભી થતી ગંભીર બીમારીઓ જેમ કે હૃદયરોગ , હૃદયરોગનો હુમલો , કિડનીની ફેલ્યુર , આંખે ઓછું દેખાવું વગેરે સમસ્યા ઉભી થાય છે. આયુર્વેદિક પંચકર્મ પદ્ધતિ એ ડાયાબિટીસના દર્દીઓ માટે " સંજીવની " સાબિત થઈ છે.ત્રણ ચાર વર્ષ પછી પણ સુગરનું પ્રમાણ નોર્મલ રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં 10,000 થી વધુ દર્દીઓને ડાયાબિટીસમાંથી મુક્તિ આપવામાં આવી છે. પંચકર્મ, આહાર, વ્યાયામ અને આયુર્વેદ દવાઓથી ડાયાબીટીસ રોગથી છુટકારો મળ્યો છે ઉપરાંત કોઈ પણ દવા લીધા વિના સુગર કંટ્રોલમાં છે

Next Story