Connect Gujarat
ગુજરાત

વાગરાઃ વિલાયત ખાતે 250 કરોડના ખર્ચે 45 મેગાવોટનો પાવર પ્લાન્ટ નિર્માણ પામશે

વાગરાઃ વિલાયત ખાતે 250 કરોડના ખર્ચે 45 મેગાવોટનો પાવર પ્લાન્ટ નિર્માણ પામશે
X

ગ્રાસીમ દ્વારા અદ્યતન હોસ્પિટલ કે શૈક્ષણિક કોલેજ ઉભી કરવામાં આવે તેવી આગેવાનોએ માંગ કરી

આદિત્ય બિરલા જૂથની ફ્લેગશિપ કંપની ગ્રાસીમ કેમિકલ્સ કંપની દ્વારા તેની વિસ્તરણ યોજનાના ભાગ રૂપે રૂ. 250 કરોડના મૂડી રોકાણ સાથે 45 મેગાવોટનો કોલ આધારિત અદ્યતન પાવર પ્લાન્ટ પ્રસ્થાપિત કરવા અંગે લોકસુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ પ્લાન્ટ પ્રસ્થાપિત થતા ગ્રાસીમના વિલાયત પ્રોજેક્ટ ખાતે કુલ 141 મેગાવોટ પાવર ઉત્પાદન ક્ષમતા થશે. જેના થકી કંપનીના વર્તમાન ઉત્પાદનો જેવાંકે કોસ્ટિક સોડા અને અન્ય ઉત્પાદનમાં મદદરૂપ થશે.

આ વિસ્તરણ યોજના અંગે યોજાયેલી પર્યાવરણ લોકસુનવાણીમાં માહિતી આપતા કંપનીના અધિકારીઓ એ જણાવ્યુ હતું કે, ગ્રાસીમના કેમિકલ ઉત્પાદનોમાં વીજ જરૂરિયાત એક મહત્વનું પરિબળ છે. કંપની આસપાસના વિસ્તારના વિકાસ માટે સતત પ્રવૃતિશીલ છે. આ 45 મેગાવોટ પાવર પ્લાન્ટ એ અદ્યતન ટેક્નોલોજી આધારિત હશે. તેના માટે જરૂરી કોલની આયાત તેમજ સ્થાનિક સ્તરેથી પણ ખરીદી કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી વધારાના 50 લોકો ને સીધી રોજગારીની તકો ઉપલબ્ધ થશે.

ગ્રામ વિકાસ ક્ષેત્રે કંપની દ્વારા સ્પષ્ટ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. તદઉપરાંત કોર્પોરેટ એન્વિરોન્મેન્ટ રિસ્પોન્સિબિલિટીના ભાગ રૂપે આગામી વર્ષોમાં રૂ 1.5 કરોડ કરતા વધુ ખર્ચ વિવિધ લાભકારી યોજનાઓ માટે કરવામાં આવશે. આ સુનાવણીમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના આગેવાનોએ ગ્રાસીમ દ્વારા અદ્યતન હોસ્પિટલ કે શૈક્ષણિક કોલેજ ઉભી કરવામાં આવે તેવી બુલંદ માંગ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી હતી.

Next Story
Share it