Connect Gujarat
ગુજરાત

વાગરા તાલુકા પંચાયતમાં ઇન્ડસ્ટ્રીઝના HR વિભાગની મિટિંગ યોજાઈ

વાગરા તાલુકા પંચાયતમાં ઇન્ડસ્ટ્રીઝના HR વિભાગની મિટિંગ યોજાઈ
X

વાગરા તાલુકા પંચાયત ખાતે દહેજ, વિલાયત, સાયખાં ઇન્ડસ્ટ્રીઝના એચ.આર વિભાગના પદાધિકારીઓ સાથે મિટિંગ યોજાઈ હતી. કંપનીઓ

દ્ધારા વ્યવસાય વેરો સમયસર ભરવામાં આવે તે બાબત પર ભાર મૂકવામાં

આવ્યો હતો.

વાગરા તાલુકા પંચાયતના સભાખંડમાં દહેજ, વિલાયત, સાયખાં અને સેઝમાં આવેલ ઇન્ડસ્ટ્રીઝના એચ.આર ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ ની મિટિંગ યોજવામાં આવી હતી.જેમાં પ્રોફેશનલ ટેક્સ નહીં ભરતી કંપનીઓને ચીમકી આપવા સાથે કાયદેસર પગલાં લેવાની વાત કરવામાં આવી હતી. કેટલીયે કંપનીઓ સીએસઆર ફંડ નો ઉચિત ઉપયોગ તાલુકાના ગામડાંઓમાં કરતી નથી.અને આ સીએસઆર ફંડ અન્યત્ર જગ્યા એ ખર્ચવામાં આવે છે, જે અયોગ્ય છે. આ લાભ સ્થાનિક લોકોને માળવોજ જોઈએ.

કંપનીઓએ આરોગ્ય,શિક્ષણ ક્ષેત્રે તેમજ પ્રાથમિક સુવિધાઓ ઉપર વિશેષ કાર્ય કરવા જોઈએ. તદઉપરાંત જમીન વિહોણા ખેડૂતો અને સ્થાનિક યુવાનોને કોઈપણ પક્ષપાત વગર નોકરી આપવી જોઈએની ચર્ચા મિટિંગમાં કરવામાં આવી હતી.મિટિંગમાં અપાયેલ સૂચનો નું અનાદર કરનાર કંપની વિરુદ્ધ મુખ્યમંત્રી ને રજુઆત કરવાની ચીમકી વાગરા તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરભાઈ એ ઉચ્ચારતા એક તબક્કે સભાખંડમાં સોપો પડી ગયો હતો. આ તબક્કે વાગરા ટીડીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, ઉપરાંત અનેક કંપનીના એચઆર વિભાગના કર્મીઓ ખાશ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story