Connect Gujarat
ગુજરાત

વાગરાઃ વિલાયત GIDCમાં સ્થાનિકોને રોજગારીમાં પ્રાથમિકતા આપવા કલેક્ટરનું સૂચન

વાગરાઃ વિલાયત GIDCમાં સ્થાનિકોને રોજગારીમાં પ્રાથમિકતા આપવા કલેક્ટરનું સૂચન
X

વિલાયત ગામે કલેક્ટરની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાયી હતી જેમાં કંપનીઓને કલેકટરે કર્યું આહવાન

વા ગરા તાલુકાના વિલાયત ગામે ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગ્રામજનોની વિવિધ સમસ્યાઓને સાંભળી તેનું તાકીદે નિરાકરણ લાવવા ખાતરી આપી હતી. આ પ્રસંગે ભરૂચ જીલ્લા વિકાસ અધિકારી,જી.આઈ. ડી.સી. નાઅધિકારી તેમજ વાગરા મામલતદાર, ટી.ડી.ઓ. સહીત વિવિધ વિભાગના મોટાભાગના અધિકારીઓ ઉપરાંત વિલાયતના ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વાગરાના ઓદ્યોગિક હબ ગણાતા અને ઉદ્યોગોની લગોલગ અડીને આવેલા વિલાયત ગામ ખાતે ભરૂચ જીલ્લાના સમાહર્તા રવિ અરોરાએ રાત્રી સભા યોજી હતી. જેમાં વિલાયતના ગ્રામજનોની સમસ્યાઓ સાંભળી તેનું વહેલી તકે નિવેડો લાવવા હૈયાધારણ આપી હતી. આ તબક્કે કલેકટરને રજૂઆત કરતા વિલાયતના સરપંચ રાજુ પટેલે કહ્યું હતું કે, વિલાયત ગામ સ્થિત પીવાના પાણીની ટાંકી ૨૦ થી ૨૨ વર્ષ જૂની હોઈ જર્જરિત અવસ્થામાં ફેરવાઈ ગઈ છે. તો સત્વરે નવી ટાંકી બનાવી આપવા જીલ્લા કલેકટર સમક્ષ માંગ મૂકી હતી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="66739,66740,66741,66742,66743"]

વધુમાં તેઓએ ચોમાસામાં ગાંડીતુર બનતી ભૂખી ખાડીના રૂટને ડાયવર્ટ કરવા ધારદાર રજૂઆત કરી ગામને પૂરનાં ખતરાથી સુરક્ષિત કરવા માંગણી કરી હતી. સાથે જ વિલાયત ગામે આવેલા ધાર્મિક સ્થળોના વીજબિલમાં ૫૦ ટકા રાહત આપવા જોરદાર રજૂઆત કરી હતી. આ પ્રસંગે વિલાયતના અગ્રણી ચંદ્રકાંત પટેલે વર્ષોથી મંજુર થયેલા વિલાયત વાંસી રોડ પરના બ્રિજનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા જીલ્લા સમાહર્તાને અપીલ કરી હતી. સાથે જ જી.આઈ.ડી.સી નાં છેલ્લા એવોર્ડને ધ્યાને લઇ જંત્રી નક્કી કરવા માંગણી ઉચ્ચારી હતી.

વિલાયત ચોકડી પર બસ સ્ટેન્ડ તેમજ સ્ટ્રીટ લાઈટો મુકવા રજૂઆત કરી હતી. સ્થાનિક સિક્ષિત બેરોજગાર સલમાન સૈયદે જી.આઈ.ડી.સી.દ્વારા ઉદ્યોગિક તાલીમ અંગેનું ગોલ્સ કંપનીનું આઈ.ટી.આઈ.કર્યા અંગેનું સર્ટીફીકેટ વિલાયત ઓદ્યોગિક વસાહતમાં આવેલ કંપનીઓ માન્ય ન રાખતી હોવાને કારણે ગામના ૪૦ જેટલા યુવકો છેલ્લા ત્રણ વર્ષથી નોકરી માટે કંપનીઓના ચક્કર કાપી રહ્યા હોવાની અસરકારક રજૂઆત કરતા કલેકટરે ઉદ્યોગોના પ્રતિનિધીઓને બોલાવી તાકીદે સદર સમસ્યાનો હલ કરવા સૂચન કર્યું હતું.

Next Story