Connect Gujarat
લાઇફસ્ટાઇલ

વેલેન્ટાઈન વીક પહેલા જાણો ક્યારે મનાવાશે કયો દિવસ

વેલેન્ટાઈન વીક પહેલા જાણો ક્યારે મનાવાશે કયો દિવસ
X

પ્રેમ એ પવિત્ર શબ્દ છે અને પ્રેમ કરવા માટે કોઇ મર્યાદિત ઉંમર નથી હોતી. આજ કારણ છે કે દરેક ઉંમરના લોકો તેમના પ્રેમનો ઇજહાર કરવા માટે ફેબ્રુઆરી માસમાં આવતા વેલેન્ટાઇન ડેની આતુરતાથી રાહ જોતા હોય છે. જોકે તેને પ્રેમનો મહીનો પણ કહી શકાય.

પ્રેમ એ સ્નેહ અને આસક્તિની તીવ્ર વૃત્તિ સંબંધિત ઘણી બધી લાગણી ઓ અને અનુભવો પૈકીની એક છે. પ્રેમ એ એક જ લાગણી નથી, પરંતુ બે કે બેથી વધારે લાગણીઓમાંથી નીપજેલું સંવેદન છે. આ શબ્દના ઉપયોગો અને અર્થોનું વૈવિધ્ય અને તેની સાથે સંકળાયેલી લાગણીઓની સંકુલતા પ્રેમ શબ્દને અન્ય સંવેદનશીલ સ્થિતિઓની સરખામણીમાં પણ સાતત્યપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવો મુશ્કેલ છે. એક અમૂર્ત વિચાર તરીકે સામાન્યપણે પ્રેમ અન્ય વ્યક્તિ માટેની ઊંડી, મૃદુ કાળજીભરી અવ્યક્ત લાગણી છે.

દર વર્ષે આવતા ફેબ્રુઆરી મહીનાની 14 તારીખે આવતા વેલેન્ટાઇન ડે માટે લોકો ખુબજ ઉત્સુક હોય છે. ઉપરાંત વેલેન્ટાન વીક માટે પણ લોકોમાં ઘણો ક્રેજ જોવા મળે છે એટલે કે યુવાન હૈયાઓ માટે જાણે એક અનોખો તહેવાર હોય તેમ કહી શકાય.

વેલેન્ટાઇન સપ્તાહની શુરૂઆત 7 ફેબ્રુઆરી રોજ ડે થી થાય છે. વેલેન્ટાઇન વીક 2020ની શૂરૂઆતને હવે ગણતરીના જ દીવસો બાકી રહ્યા છે. ત્યારે લોકો તેની તૈયારીમાં લાગી ગયા છે. તેઓ વેલેન્ટાનને સપ્તાહમાં દરેક દિવસને સ્પેશિયલ બનાવવા માંગે છે અને આ દરમ્યાન દરેક યુગલ ખુબજ સુંદર રીતે એક સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. જો તમે પણ વેલેન્ટાઇન વીકમાં તમારા સાથીને કંઈક સરપ્રાઈઝ આપવા માંગો છો તો સૌથી પહેલા તમારે એ જાણવુ જરૂરી છે કે આ વીકમાં કયા દિવસે કયા ડે ની ઉજવણી કરવામાં આવશે.

Valentine Week

  • રોજ ડે -7 ફેબ્રુઆરી,શુક્રવાર (Rose Day - February 7)
  • પ્રપોઝ ડે - 8 ફેબ્રુઆરી,શનિવાર (Propose Day - 8 February)
  • ચૉકલેટ ડે -9 ફેબ્રુઆરી, રવિવાર (Chocolate Day - 9 February)
  • ટેડી ડે - 10 ફેબ્રુઆરી, સોમવાર (Teddy Day - February 10)
  • પ્રોમિસ ડે- 11 ફેબ્રુઆરી, મંગળવાર (Promise Day - February 11)
  • હગ ડે -12 ફેબ્રુઆરી, બુધવાર (Hug Day - February 12)
  • કીસ ડે -13 ફેબ્રુઆરી, ગુરૂવાર (Kiss Day - February 13)
  • વેલેન્ટાઇન ડે - 14 ફેબ્રુઆરી, શુક્રવાર (Valentine's Day - February 14)

7 ફેબ્રુઆરી રોજ ડે પ્રેમથી ભરેલા સપ્તાહની શુરૂઆત રોજ ડે ની સાથે થાય છે. જરૂરી નથી કે તમે ફક્ત તમારી પત્ની અથવા ગર્લફ્રેન્ડને ગુલાબ આપો. આ દિવસે તમે તમારા ખાસ મીત્રોને પણ ફુલ આપીને આ દિવસની ઉજવણી કરી શકો છો.

8 ફેબ્રુઆરી પ્રપોઝ ડે વેલેન્ટાઇન વીકનો બીજો દિવસ એટલે પ્રપોઝ ડે હોય છે. આ ખુબજ ખાસ દિવસ હોય છે. કારણ કે આ દિવસે તમે તમારા મીત્ર પ્રત્યે રહેલી લાગણીઓને તમારા ખાસ મીત્રની સમક્ષ વ્યક્ત કરી શકો છો.


9 ફેબ્રુઆરી ચોકલેટ ડે વેલેન્ટાઇન સપ્તાહના આ દિવસને ચોકલેટ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. એટલે કે સંબંધોમાં મીઠાસ જળવાઇ રહેવાની ઉમ્મીદ સાથે આ દિવસે સાથી મીત્રો એકબીજાને ચોકલેટ આપી સેલીબ્રીટ કરે છે.

10 ફેબ્રુઆરી ટેડી ડે 10 ફેબ્રુઆરી ટેડી ડે તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ક્યુટ ટેડી ભેટ આપવામાં આવે છે.

11 ફેબ્રુઆરી પ્રોમીસ ડે આ એક એવો દિવસ છે જ્યારે યુગલ એકબીજાના વચને બંધાય છે અને ભવીષ્યમાં સાથે રહેવાનો પણ પ્રોમીસ કરે છે.

12 ફેબ્રુઆરી હગ ડે Hug Day ના દિવસે યુગલ એકબીજાને ગળે મળે છે અને તેમના સંબંધોને મજબુત કરે છે.

13 ફેબ્રુઆરી કીસ ડે આ દિવસે પાર્ટનર એકબીજાને કીસ કરે છે અને પોતાના પ્રેમને વ્યક્ત કરે છે.


14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે પ્રેમાળ સપ્તાહનો અંત એટલે કે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇનના દિવસે થાય છે. આ દિવસે યુગલ એકબીજાની સાથે ફરવા જવાનો પ્લાન બનાવે છે. ઘરે રહીને પણ તેઓ એકબીજા માટે ખુબજ સારી રીતે સમય પસાર કરે છે.

Next Story