Connect Gujarat
ગુજરાત

વાલિયા તાલુકો 31મી ઓક્ટોબરે બંધમાં જોડાશે, યુવાનોએ મામલતદારને પાઠવ્યું આવેદન

વાલિયા તાલુકો 31મી ઓક્ટોબરે બંધમાં જોડાશે, યુવાનોએ મામલતદારને પાઠવ્યું આવેદન
X

ભીલીસ્તાન ટાઇગર સેના અને વાલિયા તાલુકાના જાગૃત યુવાનોએ વાલિયા મામલતદાર કચેરી ખાતે તારીખ-૩૧મીના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના વિરોધમાં બંધના એલાન મુદ્દે આવેદનપત્ર પાઠવાયું હતું.

આજે સોમવારના રોજ વાલિયા મામલતદાર કચેરી ખાતે ભીલીસ્તાન ટાઇગર સેના અને વાલિયા તાલુકાના જાગૃત યુવાનોએ રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવાવમાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર તારીખ-૩૧મીના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના વિરોધમાં ગુજરાતના આદિવાસી વિસ્તારના તમામ જિલ્લાઓમાં સ્વંયમભૂ બંધ પાળી વિરોધ નોંધાવશે. જેના સમર્થનમાં વાલિયા તાલુકામાં બંધના એલાનને ટેકો જાહેર કરી ભારત સરકાર અને રાજ્ય સરકારના સહિયારા પ્રોજેક્ટ એવા વિશ્વની સૌથી ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીને પગલે લાખો આદિવાસીઓને વિસ્થાપિત કરી અને જંગલોનો નાશ કરી પર્યાવરણ તેમજ વન્ય સૃષ્ટીનું નાશ થશે. તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા.

ભારતના રજવાડાઓને એક કરનાર મહામાનવ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા તેઓની જન્મભૂમિ કે નવી દિલ્હીમાં બનાવવાને બદલે આદિવાસી વિસ્તારમાં જ કેમ તેવા સવાલો ઉદભવ્યા છે. આ પ્રોજેક્ટથી આદિવાસી વિસ્થાપિત બનશે તેમજ આદિવાસીઓ લઘુમતીમાં મુકાઇ જશે. સહીતીના વિવિધ મુદ્દે વિરોધ નોંધાવી તારીખ-૩૧મી રોજ ગુજરાત રાજ્યના આશરે આદિવાસી વિસ્તાર ધરાવતા ૫૫૦૦ ગામડાઓ બંધ પાળશે. તો આ બંધના એલાનને તમામ લોકો ટેકો આપી બંધ પાળી સાથ સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે.

Next Story