Connect Gujarat
ગુજરાત

વાલિયા: ડહેલી ચોકડી નજીક ટ્રકમાં આગ લાગતા મચી દોડધામ

વાલિયા: ડહેલી ચોકડી નજીક ટ્રકમાં આગ લાગતા મચી દોડધામ
X

વાલિયાની ડેહલી ચોક્ડી નજીકમાં ટ્રકમાં એકાએક આગ ભભૂકતા દોડધામ મચી જવા પામી હતી.

ઘટનાની મળતી માહિતી અનુસાર એક ટ્રક ચાલક ટ્રકમાં કપચીનો ભુકો ભરીને વાડી ગામ તરફથી વાલિયા ગામ બાજુ આવી રહ્યો હતો. દરમિયાન વાલિયાની ડહેલી ચોકડી પાસે અચાનક ટ્રકમાં આગ લાગતા ઘુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. જો કે ટ્રક ચાલક સમય સુચકતા વાપરી ફુદી પડયો હતો.

https://www.facebook.com/connectgujarat/posts/2018178291736235

જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને પગલે રાહદારીઓએ ઝઘડિયા GIDC ફાયર વિભાગ અને અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ફાયર વિભાગને જાણ કરી હતી. જેને કારણે બંને ફાયર વિભાગની ટીમના ફાયરફાઇટરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મહામહેનતે આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

આગને પગલે મુખ્ય માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. સમગ્ર આગની ઘટનામાં આખી ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી.આગની ઘટનામાં કોઈપણ જાતની જાનહાની ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં તો આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Next Story