વાલિયાઃ સરકારની ખેડૂત વિરોધી નીતિ મુદ્દે ખેડૂત હિતરક્ષક દળે મામલતદારને કરી રજૂઆત

New Update
વાલિયાઃ સરકારની ખેડૂત વિરોધી નીતિ મુદ્દે ખેડૂત હિતરક્ષક દળે મામલતદારને કરી રજૂઆત

ખેડૂત હિતરક્ષક દળ દ્વારા સરકારની ખેડૂત વિરોધી નીતિ મુદ્દે વાલિયા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ખેડૂત હિતરક્ષક દળના આગેવાનોએ આજે ગુરૂવારના રોજ વાલિયા તાલુકા મામલદારને જે.જે.રાઠવાને રાષ્ટ્રપતિને સંબંધીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર રાજય સરકાર દ્વારા ખેડૂતલક્ષી ચાલતી કૃષિ સંશોધન બંધ કર્યા, વીજળી અને સિંચાઈના પાણી થી વંચિત રાખી બમણા ઉત્પાદન લેવલથી ખેડૂતોને અટકાવ્યા તેમજ કૃષિ મેળાવા તાયફા વડે ખેડૂતોને પરંપરાગત ખેતીથી દુર કર્યા અને ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ ન આપી દેવાદાર બનાવ્યા, કૃષિ સાધનો પર જીએસટી લાવ્યા અને ખેડૂતોથી ચાલતી સહકારી સંસ્થાઓ રાજકીય અખાડો બનાવ્યો, વિવિધ કાયદાઓ અને યોજનાઓ ઘડી ખેડૂતોને ખેતીના જમીન વિહોણા બનાવ્યા ઉપરાંત જિલ્લામાં ખેડૂતો, માછીમારો માટે જીવાદોરી સમાન નર્મદા નદીને મૃત:પાય બનાવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ બાબતે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે હિતરક્ષક દળના વાલિયા તાલુકાના પ્રમુખ રણજીતસિંહ અટોદરીયા તેમજ વાલિયા તાલુકાના ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી.

Latest Stories