Connect Gujarat
ગુજરાત

વાલિયાઃ વટારીયા નજીકથી દીપડો પાંજરે પુરાયો, લોકો તેને છંછેડતા નજરે પડ્યા

વાલિયાઃ વટારીયા નજીકથી દીપડો પાંજરે પુરાયો, લોકો તેને છંછેડતા નજરે પડ્યા
X

એનિમલ એક્ષપર્ટનું કહેવું છે કે, આવા સંજોગોમાં પ્રાણીઓને છંછેડવાથી તે વધુ આક્રમક બને છે

વાલિયા તાલુકાનાં વટારિયા નજીકથી એક દીપડો પાંજરે પુરાતાં લોકો જોવા માટે ઉમટ્યા હતા. જોકે પાંજરામાં પુરાયેલા દીપડાને લોકો ઉશ્કેરતા અને પરેશાન કરતા નજરે પડ્યા હતા. દીપડો પાંજરામાં શાંત જણાતા લોકોએ તેને સોટી વડે મારીને તેને છંછેડવાનો પ્રયત્ન કરતા હોવાનું વીડિયોમાં નજરે પડી રહ્યા છે.

વાલિયા- ઝઘડિયા પંથકમાં દીપડાની હાજરી વચ્ચે સ્વાભાવિક રીતે જ લોકો ભયભીત રહેતા હોય છે. પરંતુ દિપડો જ્યારે પાંજરે પુરાય ત્યારે વન વિભાગ દ્વારા સલામત સ્થળે છોડવામાં આવે છે. જોકે વાલિયાનાં વટારિયા ગામ નજીકથી પકડાયેલા દીપડાને જોવા માટે ભેગા થયેલા લોકોએ પાંજરાનો લાભ લઈ તેની સાથે રમત રમવાનો પ્રયાસ કર્યો હોય તેવું સ્પષ્ટ વીડિયોમાં દેખાય આવે છે.

પ્રાણીઓનાં એક્ષપર્ટનું માનીએ તો આવા સંજોગોમાં દીપડાને છંછેડતાં તે વધુ આક્રમક બને છે. અને જ્યારે પણ તેને અન્ય સ્થળે ખસેડવામાં આવે ત્યારે તે સ્વ બચાવ માટે વધુ આક્રમક બની જતો હોય છે. જેથી પ્રાણી ક્રૃરતા નિવારણનાં મિત્રોનું કહેવું છે કે, જ્યારે પણ આવી રીતે દીપડો કે કોઈપણ પ્રાણી પાંજરે પુરાય ત્યારે તેની સાથે આવું વર્તન કરવું અયોગ્ય છે.

Next Story