Connect Gujarat
ગુજરાત

વાલિયાથી નારેશ્વર જવા માટે એસ.ટી.બસનો થયો પ્રારંભ

વાલિયાથી નારેશ્વર જવા માટે એસ.ટી.બસનો થયો પ્રારંભ
X

સવારે 7 કલાકે વાલિયાથી ઉપડી હીરાપોર, લીમેટ, ઝઘડિયા, ગોવાલી થઈ નારેશ્વર પહોંચશે

વાલિયા વિસ્તારમાં રંગ અવધૂત મહારાજનાં શ્રદ્ધાળુઓ ધરાવતો વિસ્તાર છે. પૂનમનાં દિવસે સેંકડો ભકતો વાલિયાથી નારેશ્વર ખાતે દર્શનાર્થે જાય છે. આ રંગ ભકતોને પૂનમ ભરવા માટે ખુબ અગવડતા પડતી. જેને ધ્યાનમાં રાખી સ્થાનિક આગેવાનની રજૂઆતને ધ્યાનમાં લઈને એસ.ટી. વિભાગ દ્વારા અંકલેશ્વર ડેપોમાંથી એક બસ ફાળવી આપી છે. જે દરેક પૂનમે વાલિયથી સવારે 7 કલાકે ઉપડી નારેશ્વર જશે. ભકતો આ બસમાં જઈ શકે તે માટે આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="66481,66482,66483"]

ભાદરવી પૂનમના પવિત્ર અવસરથી નવી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. આજે વહેલી સવારે અવધૂત પરિવારના ભકતોએ દત્તબાવનીનો પાઠ કરી શ્રીફળ વધેરી વાલિયાથી આ બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. વાલિયાથી નારેશ્વર જતી આ બસ સવારે 7 વાગ્યે ઉપડી હીરાપોર અને લીમેટ, ઝઘડિયા થઈને ગોવાલી અને ત્યાંથી ભરૂચ જીએનએફસી બસ સ્ટેન્ડ ખાતે પહોંચી હતી. ત્યાર બાદ પાલેજ થઈને નારેશ્વર જશે. નારેશ્વરમાં બે કલાકનું રોકાણ કરી પરત ફરશે.

વર્ષો પહેલા રંગ અવધૂત મહારાજના શતાબ્દી વર્ષ નિમિત્તે વાલિયાથી નારેશ્વર નિયમિત બસ સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ જે તે સમયે પુરતાં પેસેન્જર ન મળવાને કારણે અને રસ્તાની વિસંગતતાઓને કારણે આ બસ સેવા બંધ થઈ ગઈ હતી. હવે આ નવી બસ સેવા શરૂ થતાં તેનો લાભ મોટી સંખ્યામાં અને આજુબાજુમા ગામના લોકો લેશે. આ બસ સેવા સેવાને કારણે આ દિવસે નારેશ્વર દર્શનાર્થે જતા હોય વૃદ્ધ વડિલો અને બહોનોને પણ ખુબ જ અનુકુળતા રહેશે.

Next Story