Connect Gujarat
ગુજરાત

વાલિયા તાલુકાના તલાટી મંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર આવેદનપત્ર પાઠવ્યું

વાલિયા તાલુકાના તલાટી મંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર આવેદનપત્ર પાઠવ્યું
X

વાલિયા તાલુકાના તલાટી મંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર

આવેદનપત્ર પાઠવ્યું હતું.

ઈ-ટાસ એપ્લિકેશન ઉપર ઓનલાઈન હાજરી ફરજીયાત કરાતાં પંચાયત તલાટીઓ દ્વારા આ

પદ્ધતિનો વિરોઘ કરવામાં આવ્યો છે અને સાથે મહેસુલ કામગીરીનો બહિષ્કાર પણ કરાયો છે

ત્યારે તેમના પ્રશ્રો અંગે ચર્ચા કરવા તલાટી મંડળના પ્રતિનિધિઓએ મહેસુલ મંત્રી અને

પંચાયત મંત્રી સાથે ગાંઘીનગર ખાતે મુલાકાત પણ યોજી હતી. પંચાયત વિભાગ દ્વારા

ઓનલાઈન હાજરી ફરજીયાત કર્યા બાદ ઓનલાઈન હાજરી નહીં પુરનારા તલાટીઓ સામે કાર્યવાહી

શરૂ કરાતા તલાટી મંડળ દ્વારા સરકારની યોજનાઓની કામગીરી જે તેમણે ઓફિસની બહાર જઈને

કરવાની છે તેના બહિષ્કાર ઉપરાંત મહેસુલ કામગીરીનો પણ વિરોધ કરવામાં આવ્યો છે

આ આવેદનમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા

તા.૨૬/૧૧/૨૦૧૯ ના રોજ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી મુખ્ય સચિવ પંચાયત વિભાગ, વિકાસ કમિશનરને તલાટી મંડળના પડતર પ્રશ્રોને નિકાલ અંગે ઈ-ટાસની અમલવારી બંધ

કરવામાં નહીં આવે તો આજરોજ થી તમામ તલાટીઓ કામગીરીનો બહિષ્કાર કરશે તેમજ એન્ડોઈડ

મોબાઈલનો પણ બહિષ્કાર કરશે અને ગ્રામ પંચાયત પર હાજરી આપી ફક્ત પંચાયતની કામગીરી

કરશે અન્ય કોઈપણ વધારાની કામગીરીનો બહિષ્કાર કરશે તેમ જણાવ્યું હતું આ આવેદન આપવા

તાલુકાના મોટી સંખ્યામાં તલાટીઓ તાલુકા પંચાયત ખાતે એકઠાં થઈ પહેલા તાલુકા

વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યાર બાદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

હતું.

Next Story