Connect Gujarat
ગુજરાત

વાલિયા ખાતે વિશ્વ આદિવાસી દિનની વિવિધ આદિવાસી સંગઠનોએ કરી ઉજવણી !

વાલિયા ખાતે વિશ્વ આદિવાસી દિનની વિવિધ આદિવાસી સંગઠનોએ કરી ઉજવણી !
X

  • પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી યુવાનો ડી.જેના તાલે ઝુમ્યા
  • કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.

વાલિયા ખાતે તાલુકા પંચાયત અને વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની રેલી કાઢી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે ૨૪ માં વિશ્વ આદિવાસી દિવસની ઠેર-ઠેર આદિવાસી સંગઠનો દ્વારા ઉજવણી કરાઇ રહી છે. ત્યારે વાલિયા તાલુકા પંચાયત અને વિવિધ સંગઠનો દ્વારા તાલુકા પંચાયતની કચેરી ખાતે થી એક ભવ્ય રેલીનું પ્રસ્થાન આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.

આ રેલી વાલિયા ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ આદિવાસી રેલીમાં આદિવાસી યુવાનો પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી ડી.જેના તાલે ટીમલીમાં ઝુમ્યા હતા. રેલી દરમિયાન કોઇ અનિચ્છય ઘટના ના ઘટે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

વાલિયા ખાતે નિકળેલ આકર્ષક આદિવાસી રેલીમાં વાલિયા તાલુકાના વિવિધ સંગઠનોના આગેવાનો રાજુભાઇ વસાવા, રજની વસાવા,વિનય વસાવા,વિજય વસાવા,રામચતુર વસાવા,મહંમદભાઇ ફકીર, રૂપસિંગ વસાવા,પલાભાઇ વસાવા તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.

Next Story
Share it