Connect Gujarat
Featured

વલસાડ : 181 અભયમ હેલ્‍પલાઇનની ટીમ દ્વારા “મહિલા સશક્તિકરણ પખવાડીયા”ની ઉજવણી કરાઇ

વલસાડ : 181 અભયમ હેલ્‍પલાઇનની ટીમ દ્વારા “મહિલા સશક્તિકરણ પખવાડીયા”ની ઉજવણી કરાઇ
X

વલસાડ 181 અભયમ હેલ્‍પલાઇનની ટીમ દ્વારા “મહિલા સશક્તિકરણ પખવાડીયા” અંર્તગત વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે તાલુકાના જુદા-જુદા ગામોમાં જઇ બહેનોને વેબીનારના માધ્‍યમથી તેઓના સ્‍વરક્ષણ અંગે તથા બહેનોને લગતી વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્‍યા હતા.

આ પ્રસંગે પોતાના વ્‍યવસાયમાં કેવી રીતે પ્રગતિ કરવું તે અંગે પણ સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. 181 અભયમ હેલ્‍પલાઇન ટીમના કંચન ટંડેલ, ગાયત્રી રાઠોડ, પ્રિયંકા પટેલ દ્વારા બેહેનોને “181 મહિલા હેલ્‍પલાઇન” કેવી રીતે કામગીરી કરે છે તથા તેના દ્વારા બેહનોને મળતા ફાયદા બાબતે 181 મહિલા હેલ્‍પલાઇનના કર્મચારી દ્વારા ઉપસ્થિત બહેનોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Next Story