Connect Gujarat
ગુજરાત

વલસાડ : સેનીટાઇઝર અને માસ્કાના વધારે ભાવ લેનારા ૮ વેપારીઓ પાસે 10 હજારનો દંડ વસુલ કરાયો

વલસાડ : સેનીટાઇઝર અને માસ્કાના વધારે ભાવ લેનારા ૮ વેપારીઓ પાસે 10 હજારનો દંડ વસુલ કરાયો
X

વિશ્વ આરોગ્‍ય

સંસ્‍થાએ નોવેલ કોરોના વાયરસને મહામારી તરીકે જાહેર કર્યો છે. ત્‍યારે રાજય સરકાર

દ્વારા આગમચેતીના ભાગરૂપે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જેને અનુલક્ષીને

વલસાડના મદદનીશ નિયંત્રણ કાનુની માપ અને ગ્રાહક સુરક્ષા અધિકારી જે.આર.ગરાસીયાના

માર્ગદર્શન હેઠળ માસ્‍ક અને સેનીટાઇઝરના વેચાણમાં નાગરિકો પાસેથી એમઆરપી કરતાં વધુ

ભાવ ન લેવાય તે બાબતે વિભાગીય નિરીક્ષકો દ્વારા ૨૮ જેટલા એકમોની તપાસણી કરતાં આઠ

એકમો એમઆરપી કરતાં વધુ ભાવ લેતા ઝડપાયા હતા.

આ એકમોમાં શાહ

સર્જીકલ-વલસાડ, જગદીશ મેડીકલ સ્‍ટોર, તિથલ રોડ,

વલસાડ, સંજીવની મેડીકલ

સ્‍ટોર-તિથલ રોડ, રવિ મેડીકલ સ્‍ટોર-તિથલ

રોડ,

શ્રી ક્રિષ્‍ના મેડીકલ સ્‍ટોર-હાલર રોડ, ક્રિષ્‍ના મેડીકલ એન્‍ડ સર્જીકલ-ડી.એન.શોપિંગ સેન્‍ટર વલસાડ, ફાર્માવીસ્‍ટા-બીલીમોરા તેમજ મેટ્રો મેડીકલ-વાપીનો સમાવેશ થાય છે. આ એકમો સામે

કાયદેસરની કાર્યવાહી કરી કુલ ૧૦ હજારનો દંડ વસુલ કરાયો હતો. આ અંગે તપાસણીનો દોર ચાલુ

રાખવામાં આવ્‍યો છે, એમ કાનુની માપ અને

ગ્રાહક સુરક્ષા અધિકારી, વલસાડ દ્વારા

જણાવાયું છે.

Next Story