Connect Gujarat
ગુજરાત

વલસાડ : રોટરી ક્લબ ઓફ સરીગામ દ્વારા યોજાયો મેગા રક્તદાન કેમ્પ , મોટી સંખ્યામાં લોકોએ કર્યું રક્તદાન

વલસાડ : રોટરી ક્લબ ઓફ સરીગામ દ્વારા યોજાયો મેગા રક્તદાન કેમ્પ , મોટી સંખ્યામાં લોકોએ કર્યું રક્તદાન
X

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ સ્થિત કે.ડી.બી. હાઇસ્‍કુલ ખાતે વલસાડ રક્તદાન કેન્‍દ્ર, હરિયા રક્તદાન કેન્‍દ્ર, લાયન્‍સ રક્તદાન કેન્‍દ્ર-વાપી તેમજ સેલવાસ રક્તદાન કેન્દ્રના સહયોગથી રોટરી કલબ દ્વારા આયોજિત મેગા રક્તદાન કેમ્‍પનું આયોજન કરવામાં

આવ્યું હતું.

આ અવસરે વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, માનવરક્ત કોઇ બનાવી શકતું નથી, ત્‍યારે રકતદાન કરી માનવતાવાદી કાર્યમાં સહયોગ આપનારા સૌ કોઈ અભિનંદનને પાત્ર છે. પરોપકારી જીવન જીવી બીજા માટે સારુ કામ કરનાર વ્યક્તિ હંમેશા સૌને યાદ રહેશે. રક્તદાન એ મહાદાન છે

અને તમારું રક્તદાન અન્‍ય

માટે આર્શીવાદરૂપ બને છે, ત્‍યારે રક્તદાન કરી આપણા

જીવનમાં પુણ્‍ય મેળવવાનો અવસરનો લાભ સૌએ લેવો જોઇએ. આ રક્તદાન કેમ્‍પના આયોજનમાં વલસાડ, વાપી, સેલવાસ અને રક્તદાન કેન્‍દ્ર-મદુરા વગેરે સંસ્થાનો સહયોગ પ્રાપ્‍ત થયો હતો. આ અવસરે પ્રોજેકટ મેનેજર રાકેશ રાય, કો-ચેરમેન રાજુભાઇ, રોટરી ક્લબના પ્રમુખ સુભાષભાઇ, અગ્રણી મહેશ ભટ્ટ તેમજ મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story