Connect Gujarat
Featured

વલસાડ : કોસંબાના દરિયા કિનારે રેતી કાઢવા આવ્યું હતું જહાજ, જુઓ પછી શું થયું

વલસાડ : કોસંબાના દરિયા કિનારે રેતી કાઢવા આવ્યું હતું જહાજ, જુઓ પછી શું થયું
X

વલસાડ જિલ્લાના કોસંબા દરિયા કિનારે અલ - મદદ નામની બોટ આવી જતાં સ્થાનિકો મુંઝવણમાં મુકાય ગયાં હતાં. બોટ અંગે જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને બોટની તલાશી લીધી હતી. બોટમાં સવાર પાંચ લોકો પાસેથી સંતોષજનક દસ્તાવેજો મળી આવતાં બોટને રવાના કરવામાં આવી હતી.

શનિવારે મોડી સાંજે વલસાડ ના કોસંબા ખાતે દીવાદાંડી દરિયા કિનારે અલ - મદદ નામની બોટ આવી હતી. અને આ બોટ ને જોતા કોસંબા ગામના રેહવાસીઓએ વલસાડ સી.ટી પોલીસ મથકે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં સી.ટી. પોલીસ ના પી. આઇ. એચ. જે. ભટ્ટ અને તેમની ટીમ ને લઇને સ્થળ પર રવાના થાય હતાં. અલ- મદદ નામની બોટ મુંબઇની હતી અને તેમાં પાંચ જેટલા લોકો સવાર હતાં. પોલીસે બોટ ના માલિક આરીફ કચ્છીની આ બાબતે પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું. કે તેઓ વલસાડમાં રેતી કાઢવા માટે આવ્યા હતા. અને તેઓ પરત મુંબઈ જઇ રહ્યા હતા. તે દરમિયાન કોસંબા દરિયા કિનારે પાણી ઓછું હોવાથી બોટ તે જગ્યાએ અટકી જવાને લીધે તેમને બોટ ને તે જગ્યાએ લાંગરી હતી. પોલીસ તપાસ માં બોટ મલિક પાસે રેતી કાઢવા માટેની મંજુરી ના કાગળો હતા. તેમજ બોટમાં સવાર અન્ય 4 વ્યક્તિઓ ના આઇ કાર્ડ ની તપાસ કરી હતી. જેમાં કોઈ પણ રીતનું શંકાસ્પદ નહી જાણતા રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનામાં ગ્રામજનોની સજાક્તા અને પોલસની ઝડપી કામગીરી જોવા મળી હતી.

Next Story