Connect Gujarat
ગુજરાત

વલસાડ: જિલ્લા પોલીસ દ્વારા કરાયું રક્તદાન શિબિરનું આયોજન

વલસાડ: જિલ્લા પોલીસ દ્વારા કરાયું રક્તદાન શિબિરનું આયોજન
X

૩૧માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી ના ભાગ રૂપે જિલ્લા પોલીસ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસપી સુનિલ જોશી દ્વારા પણ રક્તદાન કરવામાં આવ્યું હતું.

૩૧મુ માર્ગ સલામતી સપ્તાહ ઉજવણીના ભાગ રૂપે વલસાડ

જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીના નેજા હેઠળ વલસાડ મોંઘભાઈ હોલ ખાતે બ્લડ ડોનેશન

કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં

પોલીસ કર્મચારીઓ અધિકારીઓ અને ટીઆરબી જવાનો

દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ આવે અને તમામ

લોકોને રક્ત જરૂરિયાત મુજબ મળી રહે એ માટે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં

આવ્યું હતું. આ કાર્યક્રમમાં એસ.પી સુનિલ જોશીએ પણ બ્લડ ડોનેટ કરી પોલીસ સમાજ,મિત્રોનો ઉત્સાહ વધાર્યો હતો.

Next Story