Connect Gujarat
Featured

વલસાડ : ચીન- ઓસ્ટ્રેલિયા વચ્ચે ટ્રેડ વોરમાં ગુજરાતના યુવકોનો મરો, જુઓ કેમ

વલસાડ : ચીન- ઓસ્ટ્રેલિયા વચ્ચે ટ્રેડ વોરમાં ગુજરાતના યુવકોનો મરો, જુઓ કેમ
X

ચીનમાં છેલ્લા ઘણાં મહિનાથી બે જહાજ ને મદદરીયે રોકી રાખવામાં આવ્યા છે જે જહાજમાં વલસાડ જિલ્લાના બે યુવકોનો પણ સમાવેશ થાય છે. વલસાડના કોસંબા ખાતે રહેતા રાજેશકુમાર ટંડેલના પરિવારજનો ભારત સરકાર પાસે મદદ માંગી છે.

ચીન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલ ટ્રેડ વોરને કારણે મદદરીયે અનેક જહાજો ને રોકી દેવામાં આવ્યા છે. જેને લઈને એમ.વી.જગઆનંદ અને એમ.વી એન્ટાસિયા નામના જહાજો પણ મધદરિયે લાંગરેલાં છે. આ જહાજોમાં ભારતીય ક્રુ મેમ્બરનો સમાવેશ થવા જાય છે. વલસાડ જિલ્લાના પારડી ખાતે રહેતા અશ્વિન ટંડેલ અને કોસંબા ખાતે રહેતા રાજેશ ટંડેલ પણ ઘણા મહિનાથી જહાજમાં ફસાયેલાં છે. હાલમાં તમામ ક્રુ મેમ્બરો નો મદદ માટે વિડિઓ બનાવી ને વાઇરલ કરવામાં આવ્યો હતો જેમાં તમામ છેલ્લા 12 મહિનાથી આ શિપ પર ફસાયાં હોવાથી તેઓ ઘરે પરત ફરવા માટે ગુહાર લગાવી રહ્યા છે.

વલસાડના કોસંબા મારુતિ નગર ખાતે રહેતા રાજેશ ટંડેલના પરિવારજનો સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે રાજેશ સારી રીતે છે પરંતુ છેલ્લા ઘણા મહિનાથી તે ચીનમાં ફસાયા છે જેથી હવે જલ્દી તેઓ ઘરે પરત ફરે એ માટે સરકારને વિનંતી કરી રહ્યાં છે.

Next Story