Connect Gujarat
ગુજરાત

વલસાડ : જિલ્લા કલેકટર સી.આર ખરસાણને રાજયના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારીના એવોર્ડથી વિભૂષિત કરાયા

વલસાડ : જિલ્લા કલેકટર સી.આર ખરસાણને રાજયના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારીના એવોર્ડથી વિભૂષિત કરાયા
X

ગાંધીનગર ખાતે જી.એમ. ઈ.આર.એસ. મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં આયોજિત દશમા રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણીમાં રાજયપાલ દેવવ્રત આચાર્ય દ્વારા વલસાડ જિલ્લા કલેકટર સી. આર. ખરસાણને રાજયના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્યાા છે.

ચૂંટણીઓના સર્વગ્રાહી શ્રેષ્ઠ વ્ય્વસ્થાણપન તેમજ ચૂંટણીપંચની અપેક્ષા પ્રમાણે મુક્તિ, ન્યાઆયી, તટસ્થલ અને પારદર્શક ચૂંટણી વ્યનવસ્થા્ઓના માપદંડો અનુસાર ઉત્તમ કામગીરી માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યોચ છે.

આ અવસરે રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. એસ. મુરલીક્રિષ્ણાા, ભારતીય ચૂંટણી પંચના પૂર્વ કમિશનર એ. કે. જોતિ, રાજયના પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી બલવંતસિંગ, રાજય ચૂંટણી આયોગના કમિશનર સંજીવપ્રસાદ, રાજયના અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી અશોક માણેક ઉપસ્થિાત રહયા હતા.

ઉલ્લેખનીય છે કે, લોકસભા સામાન્યે ચૂંટણી ૨૦૧૯ દરમિયાન મતદાર જગૃતિ થકી સમગ્ર રાજયમાં સૌથી વધુ મતદાન ૨૬-વલસાડ (એસટી) બેઠક ઉપર ૭૫.૨૧ ટકા અને વલસાડ જિલ્લામાં ૭૩.૯૩ ટકા જંગી મતદાન થયું હતું.

Next Story