Connect Gujarat
સમાચાર

વલસાડ : ધરમપુર તાલુકામાં સ્‍વાસ્‍થ્‍યવર્ધક અમૃતપેય ઉકાળો અને શંશમનીવટીનું વિતરણ કરાયું

વલસાડ : ધરમપુર તાલુકામાં સ્‍વાસ્‍થ્‍યવર્ધક અમૃતપેય ઉકાળો અને શંશમનીવટીનું વિતરણ કરાયું
X

વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકાના વિવિધ ગામોમાં કોરોના વાઈરસ સામે લડવા રક્ષાણાત્‍મક આયુર્વેદિક અમૃતપેય ઉકાળો અને શંશમનીવટીનું વિતરણ કરવામાં આવ્‍યુ હતું.

આયુષ નિયામકની કચેરી અને આરોગ્‍ય પરિવાર કલ્‍યાણ વિભાગ ગાંધીનગર તથા વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ ધરમપુર તાલુકાના તિસ્‍કરીતલાટ ખાતે આવેલા જિલ્લા પંચાયત હસ્‍તકના આયુર્વેદિક દવાખાનાના મેડીકલ ઓફીસર ડૉ. સેજલ પટેલ, ડૉ. ભાવિન ચૌધરી અને પ્રતિક્ષા પટેલ દ્વારા કોરોના સંક્રમણથી બચવા માટે બારોલિયા, કાકડકુવા, નાની વહિયાળ, કુરગામ, નાની ઢોલડુંગરી, મોટી ઢોલડુંગરી, લુહેરી, કાંગવી, ભાંભા, સાવરમાળ, ધરમપુર બજારના વિસ્‍તારોમાં સ્‍વાસ્‍થ્‍યવર્ધક અમૃતપેય ઉકાળા અને શંશમનીવટીનું વિતરણ કરવામાં આવ્‍યુ હતું.

આ કામગીરીમાં સેવક અમિતભાઈ, પ્રકાશભાઈ અને યતેન્‍દ્રભાઈએ સેવા આપી હતી. આ ઉપરાંત મામલતદાર, તાલુકા પંચાયાત, નગરપાલિકા વગેરે ધરમપુરમાં આવેલી વિવિધ કચેરીઓમાં પણ આ કામગીરી કરવામાં હતી. આ કાર્યક્રમ અંતર્ગત અત્‍યાર સુધી ૧૪,૬૪૦ લોકોએ લાભ લીધો છે. તેમજ રોજિંદી ઓ.પી.ડી.માં આજુબાજુના ગામના લોકો શંશમનીવટી અને ઉકાળાના રો-મટિરિયલ લેવા માટે આવતા હોય છે. તેઓને ડૉકટરો દ્વારા કોરોનાના સંક્રમણથી બચવા માટે આયુર્વેદિકની વિવિધ પધ્‍ધતિઓ જેવી કે, નસ્‍ય, ધુપ, ઉકાળા બનાવવાની પધ્‍ધતિ, નાસ લેવાની પધ્‍ધતિ વગેરે વિશે સમજણ પણ આપાવામાં આવી રહી છે.

Next Story