Connect Gujarat
ગુજરાત

વલસાડ : ડીજીટલ યુગમાં પત્રકારત્વના સિદ્ધાંતો અને પડકારો વિષય ઉપર યોજાયો પરિસંવાદ

વલસાડ : ડીજીટલ યુગમાં પત્રકારત્વના સિદ્ધાંતો અને પડકારો વિષય ઉપર યોજાયો પરિસંવાદ
X

પત્રકારત્વ એ સમાજનો અરીસો છે– નિવૃત્ત સંયુક્ત માહિતી નિયામક સેસિલ ક્રિસ્ટી

ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, વલસાડના સંયુક્ત ઉપક્રમે ડીજીટલ યુગમાં પત્રકારત્વના સિદ્ધાંતો અને પડકારો વિષય ઉપર વલસાડ ખાતે એક મીડિયા પરિસંવાદનું આયોજન કરાયું હતું.

દક્ષિણ ગુજરાત માહિતી વિભાગના પ્રાદેશિક વડા સંયુક્ત માહિતી નિયામક બી.ડી.રાઠવા અને પ્રાંત અધિકારી કે.જે.ભગોરાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સેમિનારમાં નિવૃત્ત સંયુક્ત માહિતી નિયામક સેસિલ ક્રિસ્ટીએ વલસાડમાં વિતાવેલા સાડાત્રણ વર્ષ એ ગોલ્ડન પીરીયડ હોવાનું જણાવી જિલ્લાના પત્રકારોના સહયોગની સરાહના કરતાં જણાવ્યું હતું કે, પત્રકારત્વ એ સમાજનો અરીસો છે ત્યારે સમાજની ચિંતા પત્રકારોએ કરવી જાઇએ.

દરેક વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં તો નિષ્ણાત હોય છે, પરંતુ જર્નાલીસ્ટને તો દરેક ક્ષેત્રમાં ઊંડી જાણકારી હોવી જાઇએ. આજના ડીજીટલ યુગમાં માહિતીનો વિસ્ફોટ થયો છે અને આખું વિશ્વ મોબાઇલમાં આવી ગયું છે, ત્યારે ઘણા પડકાર આપણી સામે છે. પુષ્કળ વાંચન અને ડીજીટલ ટેકનોલોજીના વિનિયોગ વડે જ આપણે આ પડકાર સફળતાપૂર્વક ઝીલી શકીશું.

અખબારોએ તેમની જવાબદારી અદા કરવી જાઇએ, તેમ જણાવી દરેક પત્રકારોએ લોકોની વિશ્વસનીયતા કેળવવાની જિજ્ઞાસાવૃત્તિ રાખી જે તે વિસ્તારના લોકોને રસ પડે તેવું લખવા અને સાચી વાત લોકો સમક્ષ મૂકવા અનુરોધ કર્યો હતો.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="74765,74766,74767,74768,74769"]

આજે દરેક વસ્તુ ડીજીટલ થઇ ગઇ છે, ન્યુમીડિયા, સોશીયલ મીડિયામાં સૌથી વધુ વોટસઅપનો ઉપયોગ લોકો કરે છે. આજે મોટા અખબારો પણ તેમનું અખબાર ડીજીટલ સ્વરૂપે આપે છે. વિદેશમાં તો ટેબલેટ સ્વરૂપે આપવામાં આવે છે. આજના ડીજીટલ યુગમાં વિવિધ મીડિયાઓમાં આવતા સમાચારોની વિશ્વસનીયતા જાવા મળતી નથી અને વેબસાઇટ ઉપર એક જ વસ્તુ અલગ અલગ રીતે જાવા મળે છે, જેની સત્યતા ચકાસીને જ લોકો સમક્ષ મૂકવી જાઇએ.

સારા પત્રકાર બનવા માટે લાયકાતની સાથે જિજ્ઞાસુ વૃત્તિ રાખી આપણી કલમને મજબૂત બનાવવી જાઇએ. અખબારોએ તેમની વિશ્વસનીયતા ટકાવવા માટે લોકોના માનસને ઓળખવાની સાથે પ્રજાને ગમે તેવું આપવા માટે સજ્જ થવું પડશે.

એક અહેવાલ અનુસાર અખબારોમાં ૪.૮૭ ટકાનો વધારો થયો છે અને દેશના ૩૯ ટકા લોકો આજે પણ અખબારો વાંચે છે. જે અખબારોની વિશ્વસનીયતાને આભારી છે.

આજના યુગમાં સમૃદ્ધ વાંચન જરૂરી છે અને યુવા પેઢીને લગતી પ્રવૃત્તિઓને પણ પ્રિન્ટ કે ઇલકટ્રોનિકસ મીડિયા તેમના કન્ટેન્ટમાં સામેલ કરે તો તે ટકી શકશે.

ખોટા સમાચારોથી તંત્રની છાપ ખરાબ થાય છે, જે ધ્યાને રાખી પત્રકારોએ કોઇપણ સમાચારો સંયમથી અને પ્રજાના હિતને લક્ષમાં રાખી સત્યતા ચકાસીને આપવા જાઇએ. ખોટા સમાચારો હોય તો તેની યોગ્ય સ્પષ્ટતા પણ અબબારો આપે તે જરૂરી છે.

સૂરત માહિતી પરિવારના અકાળે અવસાન પામેલા કર્મચારી રાકેશ કદમની કામગીરીને તેમણે બિરદાવી હતી. ફયઝલ બકીલીએ જણાવ્યું હતું કે,આજે ડીજીટલ વાચકોનો ખૂબ જ વધારો થઇ રહયો છે. વેબસાઇટ ૭૦ ટકા મોબાઇલ ઉપર જ નિહાળે છે, જેમાં આપણું સ્થાન ટકાવી રાખવા આપણે યોગ્ય રસ્તો અપનાવવો જ પડશે.જે કંઇ લોકો સુધી પહોચાડો છો તેમાં કન્ટેન્ટ જળવાશે તો તમે આ યુગમાં ટકી શકશો.

ડીજીટલ પ્લેટફોર્મ અને ટેકનોલોજીનો ઉપયોગથી આજે ઘણા અખબારો ડીજીટલ બન્યા છે. જેમાં પણ વાચકોને મનગમતા સમાચાર, સ્ટોરી આપવાની સજ્જતા આપણે અવશ્ય કેળવવી પડશે. ફેક ન્યૂઝ આજે વિશ્વમાં ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે કોઇપણ સમાચારોને યોગ્ય ચકાસણી કરીને સત્યતા સાથે જ લોકો સમક્ષ મૂકવામાં આવે તે માટે આત્મ ચિંતન કરવાની જરૂર છે. હકારાત્મક પત્રકારત્વ લોકશાહીને મજબૂત બળ પૂરું પાડે છે, તે તરફ વધવાની તાતી જરૂર છે. આજે તમામ માહિતી આંગળીના ટેરવે છે ત્યારે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજ કેળવવી જાઇએ.

સંયુક્ત માહિતી નિયામક બી.ડી.રાઠવાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ અવસરે વલસાડ પ્રાંત અધિકારી કે.જે.ભગોરાએ જણાવ્યું હતું કે, પત્રકાર એ સમાજનું દર્પણ છે. સમાજને કઇ દિશા તરફ લઇ જવો તેનો આધાર ચોથી જાગીર એવા પત્રકારો છે, ત્યારે લોકોની વિશ્વસનીયતા ટકાવી રાખવી એ આપણી જવાબદારી છે. આજનો યુગ ઝડપથી વધી રહયો છે, અને કોઇપણ ઘટના બને ત્યારે તે ખૂબ જ ટૂંકા સમયમાં લોકો સુધી પહોચાડવાનું થતું હોય છે, ત્યારે પત્રકારત્વમાં પણ બદલાવ લાવવા પડશે. સમાચારનું વેલ્યુ સાથે તાલમેલ મીલાવીને કામગીરી કરીશું તો આજના પડકારોને ઝીલી શકીશું.

પત્રકાર તરીકે આપણે કોઇપણ સમાચાર જે પણ માધ્યમથી લોકો સુધી પહોîચાડીએ છીએ, તેની લખવાની શૈલી, ભાષા, શબ્દોને ખૂબ જ ચોક્કસ રીતે વાંચી મૂલ્યાંકન પણ કરતા હોય છે.આભારવિધિ નાયબ માહિતી નિયામક એમ.એસ.વળવીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવિણભાઇ પટેલે કર્યું હતું. આ અવસરે સહાયક માહિતી નિયામક આર.આર.તડવી, વલસાડ જિલ્લા માહિતી પરિવાર સહિત પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક,ડીજીટલ મીડિયાકર્મીઓ હાજર રહયા હતા.

Next Story