• સ્પોર્ટ્સ
વધુ

  વલસાડ જિલ્લા માધ્યમિક અને ઉ. માધ્યમિક શાળા ક્રીડામંડળના ૪૯મા વાર્ષિક રમતોત્સવનું સમાપન

  Must Read

  ઉત્તરપ્રદેશ : ગાજિયાબાદ જિલ્લામાં મીણબતી બનાવતી ફેક્ટરીમાં થયો બ્લાસ્ટ, 7 લોકોના મોત

  ઉત્તરપ્રદેશના ગાજિયાબાદ જિલ્લાના મોદી નગરમાં એક મોટી દુર્ઘટના બની હતી. મોદી નગરના બખરવા ગામમાં મીણબતી બનાવતી એક...

  ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 725 નવા કેસ નોંધાયા,18 દર્દીઓના મોત

  ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં બીજી વખત 700થી વધુ કેસ નોંધાયા છે. નવા...

  ભરૂચ : કોરોનાના રોજના સરેરાશ 15 કેસ, હવે આપણી સલામતી આપણા હાથમાં

  ભરૂચ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ભયજનક તબકકામાં પહોંચી ચુકયું છે. રોજના સરેરાશ 15 કેસ સામે આવી રહયાં...

  કોઇપણ ક્ષેત્રમાં આગળ વધવા માટે સમયપાલન જરૂરી- આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી  રમણલાલ પાટકર

  વલસાડ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ક્રીડામંડળ દ્વારા બાઇ આવાંબાઇ હાઇસ્કૂલ ખાતે આયોજિત ૪૯મા વાર્ષિક રમતોત્સવના સમાપન અવસરે વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરે વિજેતા ટીમોને અભિનંદન પાઠવી તેઓ જીવનમાં હરહંમેશ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

  આ અવસરે મંત્રી પાટકરે જણાવ્યું હતું કે, રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન મળે, રમતમાં હોશિયાર વિદ્યાર્થીઓને યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. રમતગમતમાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શકિતઓની ખબર પડે છે. હરિફાઇમાં હારજીત તો થાય છે, પરંતુ હારેલી ટીમોએ નિરાશ ન થતાં તેમાંથી બોધપાઠ લઇ નવેસરથી સારા પ્રયાસો હાથ ધરવા જાઇએ. કોઇપણ ક્ષેત્રમાં આગળ વધવા માટે વિદ્યાર્થીઓને સમયપાલન અને પ્રામાણિક પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું. રમતની સાથે શિક્ષણમાં પણ અગ્રેસર બનવું જાઇએ, જેનાથી આગળ જવાનો અવસર પ્રાપ્ત થશે. રમતોત્સવના આયોજન માટે દાન આપનાર દાતાઓન અભિનંદન પાઠવ્યા હતા.

  જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી રમતોત્સવની રૂપરેખા આપી રમતનું મહત્ત્વ સમજાવ્યું હતું. શિસ્ત અનુશાસન રમતમાંથી મળે છે, જેથી દરેક વિદ્યાર્થી શિક્ષણની સાથે રમતની પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવો જાઇએ.

  આ રમતોત્સવમાં કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેંચ, ખો-ખો વગેરે સ્પર્ધાઓમાં જિલ્લાની ૭૧ જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ઓગણીસો કરતાં વધુ રમતવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિજેતા ટીમોને મંત્રી અને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યા હતા.

  આ અવસરે વલસાડ નગરપાલિકા પ્રમુખ પંકજ આહિર, શિક્ષણ નિરીક્ષક રાજેશ્રી ટંડેલ, ક્રીડા મંડળના હોદ્દેદારો,ક્રીડા મંડળના ઉપપ્રમુખ અશ્વિન રાવલ, મંત્રી ધનસુખ ટંડેલ, સીનિયર કોચ અંકુર જાષી, અગ્રણી મહેશ ભટ્ટ, પી.એસ.દવે, રમતોત્સવ આયોજનના દાતાઓ, રમતોત્સવમાં ભાગ લેનારી શાળાના આચાર્યો, પી.ટી. શિક્ષકો, રમતવીરો, નગરજનો હાજર રહયા હતા.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  ઉત્તરપ્રદેશ : ગાજિયાબાદ જિલ્લામાં મીણબતી બનાવતી ફેક્ટરીમાં થયો બ્લાસ્ટ, 7 લોકોના મોત

  ઉત્તરપ્રદેશના ગાજિયાબાદ જિલ્લાના મોદી નગરમાં એક મોટી દુર્ઘટના બની હતી. મોદી નગરના બખરવા ગામમાં મીણબતી બનાવતી એક...

  ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 725 નવા કેસ નોંધાયા,18 દર્દીઓના મોત

  ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં બીજી વખત 700થી વધુ કેસ નોંધાયા છે. નવા 725 કેસ સાથે કુલ કોરોના...
  video

  ભરૂચ : કોરોનાના રોજના સરેરાશ 15 કેસ, હવે આપણી સલામતી આપણા હાથમાં

  ભરૂચ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ભયજનક તબકકામાં પહોંચી ચુકયું છે. રોજના સરેરાશ 15 કેસ સામે આવી રહયાં છે ત્યારે નગરપાલિકા પ્રમુખે લોકોને...
  video

  ભાવનગર : કચરાના નિકાલ માટે મનપાને નથી મળતી એજન્સી, કચરાના બની રહયાં છે કૃત્રિમ ડુંગર

  ભાવનગર મહાનગરપાલિકા સત્તાધીશોને કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે એજન્સી મળતી નહી હોવાથી કચરાના કૃત્રિમ ડુંગરો બનવા લાગ્યાં છે જેના કારણે આસપાસ...
  video

  રાજકોટ : રણુજા મંદિર નજીક નદીના પ્રવાહમાં બોલેરો ખેંચાઇ, જુઓ LIVE દ્શ્યો

  રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહયો છે ત્યારે રણુજા મંદિર પાસે પસાર થતી નદીમાં બોલેરો જીપ તણાય હતી. સ્થાનિક લોકોએ...

  More Articles Like This

  - Advertisement -