Connect Gujarat
Featured

વલસાડ : ઉમરસાડી-માછીવાડના લોકોએ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી, જાણો “રેલ્વે” ઓવરબ્રિજ કેમ બન્યો મુખ્ય કારણ..!

વલસાડ : ઉમરસાડી-માછીવાડના લોકોએ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી, જાણો “રેલ્વે” ઓવરબ્રિજ કેમ બન્યો મુખ્ય કારણ..!
X

વલસાડ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે પારડી તાલુકાના ઉમરસાડી ગામના માછીવાડ વિસ્તારના લોકોએ "રેલ્વે ઓવરબ્રિજ નહીં, તો વોટ નહીં"ના ઉગ્ર વિરોધ સાથે રેલી યોજી હતી. જોકે દોઢથી બે હજાર જેટલા લોકો રેલીમાં જોડાતા રાજકીય આગેવાનોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

વલસાડ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે પારડી તાલુકાના ઉમરસાડી ગામના માછીવાડ વિસ્તારના દોઢથી બે હજાર જેટલા લોકોએ રેલ્વે ઓવરબ્રિજના વિરોધમાં "બ્રિજ નહીં તો, વોટ નહીં"ના નારા સાથે રેલી યોજી હતી, ત્યારે આ રેલીએ રાજકીય ચૂંટણીમાં ખળભળાટ મચાવી દીધો છે. જોકે પારડી રેલ્વે ફ્લાય ઓવરબ્રિજનો નકશા મુજબનો માર્ગ ઉમરસાડી-દેસાઈવાડ તરફનો છે, ત્યારે માછીવાડ વિસ્તારના લોકોએ બ્રિજ ઉતરીને ફરી નીચેથી ઉમરસાડી તરફ જવાનો વારો આવે તેમ છે.

જેના કારણે તેઓને થઇ રહેલા અન્યાયના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત માછીવાડની વસ્તી દેસાઈવાડ કરતા વધુ છે, ત્યારે અન્યાયના વિરોધમાં સ્થાનિક રહીશોએ વિશાળ રેલી યોજી હતી. તો સાથે જ માછીવાડના મતદારોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપતા રાજકીય આગેવાનોમાં ખળભળાટ મચી ગયો છે.

Next Story