Connect Gujarat
ગુજરાત

વલસાડના ગુંદલાવ જી.આઈ.ડી.સી પાસે ગોડાઉનમાં લાગી આગ

વલસાડના ગુંદલાવ જી.આઈ.ડી.સી પાસે ગોડાઉનમાં લાગી આગ
X

વલસાડના ગુંદ્લાવ જી.આઈ.ડી.સી. નજીકમાં આવેલા ઘડોઈ ફાટક પાસે આવેલ એક ભંગારના ગોડાઉન માં ગેસ કટર થી કામ કરતી વેળા એ શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગવાની ઘટના બની હતી. ઘટના બનતા આસપાસ ના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. સમગ્ર ઘટનાને લઇને ફાયર ફાયટર ને જાણ કરવામાં આવતા વલસાડ પાલિકાનું મીની ફાયર ફાઈટર ઘટના સ્થળે પોહ્ચ્યું હતું. પરંતુ દશેરાના દિવસે ઘોડુંના દોડ્યું હોય તેમ ફાયરના વાહન નો પાણી નો મારો ચલાવનાર પાઇપ લીકેજ થતા ફાયરના કર્મચારીઓને આગ ઉપર કાબુ મેળવવા માટે ભારે જેહમત ઉઠાવવી પડી હતી.

જોકે બાદમાં અન્ય ફાયર ની ગાડી ઓ આવી જતા આગને કાબુમાં લેવામાં આવી હતી ઘટનામાં કોઈ જાનહાની બની ન હતી ભંગાર ના ગોડાઉન માં આગ ને પગલે અંદાજિત રૂપિયા 50000 નું નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું હતું આગ એટલી વધી હતી કે ધુમાડાના ગોટે ગોટા છેક ઉંચે આકાશ માં દૂર દૂર સુધી દેખાતા હતા.

Next Story