Connect Gujarat
ગુજરાત

વલસાડઃ કપરાડા ખાતે ૨૧ અનાથ યુગલોએ પાડ્યાં પ્રભુતામાં પગલાં

વલસાડઃ કપરાડા ખાતે ૨૧ અનાથ યુગલોએ પાડ્યાં પ્રભુતામાં પગલાં
X

અનાથ દીકરા-દીકરીના લગ્ન કરાવનાર સંસ્થાને અભિનંદન પાઠવતા આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકર

વલસાડ જિલ્લાના કપરાડા ગવટકા ફળિયા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી મહેંદીપુર બાલાજીધામ સૂરત દ્વારા વનવાસી ગ્રામીણ વિકાસ મંડળ કરંજવેરી આયોજિત અનાથ દીકરા-દીકરી સમૂહલગ્ન અવસરે વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે નવદંપતિઓને સુખી લગ્નજીવનના આશિર્વાદ પાઠવ્યા હતા. નવદંપતિઓને મંત્રી, દાતાઓ અને મહાનુભાવોના હસ્તે કન્યાદાન આપવામાં આવ્યું હતું.

આ અવસરે આદિજાતિ

વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે સમૂહ લગ્નના આયોજકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું

હતું કે, સંસ્થાએ અનાથ

દીકરા-દીકરીઓની ચિંતા કરી સમાજની મદદે આવી લોકપયોગી સેવાકીય કાર્ય કર્યું છે,

જે સરાહનીય છે. સમૂહલગ્નમાં જાડાવાથી

મોટા ખર્ચાઓમાંથી મુક્તિ મળવાની સાથે રાજ્ય સરકારની કુંવરબાઇનું મામેરું યોજના

હેઠળ બાવીસ હજાર રૂપિયા સુધીની સહાય મળે છે, જે ધ્યાને લઇ સૌ સમૂહલગ્નમાં જાડાય તેવું સૂચન

મંત્રીએ કર્યું હતું.

આપણા પાયાના

પ્રશ્નોને ધ્યાને રાખી, વ્યસનોનો

ત્યાગ કરી સુખી સંપન્ન જીવન જીવવા જણાવ્યું હતું. આદિવાસીઓએ દેશના વિકાસ માટે

દેશની સ્વતંત્રતા માટે મોટું યોગદાન આપ્યું છે. આપણી સંસ્કૃતિની જાળવણી કરવી એ

સૌની જવાબદારી છે, અને આદિવાસી

વિસ્તારોમાં તે જળવાઇ રહી છે. આદિવાસીઓના વિકાસ માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ

અમલી બનાવી છે, જેનો સૌને લાભ

લેવા અનુરોધ કર્યો હતો. પ્રજાજનોને પાયાની સુવિધાઓ મળે તે માટે રાજ્ય સરકાર

કટિબધ્ધ છે, ત્યારે પોતાના

વિસ્તારોમાં સારું કરવાની ભાવના રાખી પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ કરવા સંબંધિત

વિસ્તારના સરપંચો, પદાધિકારીઓ

તકેદારી રાખે તે જરૂરી છે.

આ અવસરે જિલ્લા

પંચાયત સભ્ય દક્ષાબેન, ગાયકવાડ,

ધાકલ જાંજર, મનોજ ચૌધરી, રાશેભ રાણા, મગન રાઠોડ,

અજિત સોલંરી, પિયુષ શાહ, આયોજક સંસ્થાઓના સંચાલકો, કપરાડા, ચાંદવેગણ ગામના

સરપંચ, નવદંપતિઓ, તેમના પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહયા

હતા.

Next Story