Connect Gujarat
ગુજરાત

વલસાડ : મક્કા મદીનામાં ટેન્ટ ભાડે રાખવાના બહાને રૂ. 3.44 કરોડની ઠગાઇ, જુઓ શું છે સમગ્ર મામલો..!

વલસાડ : મક્કા મદીનામાં ટેન્ટ ભાડે રાખવાના બહાને રૂ. 3.44 કરોડની ઠગાઇ, જુઓ શું છે સમગ્ર મામલો..!
X

લોભામણી સ્કીમોના આધારે લોકો અનેકવાર છેતરાયા હોવાનું આપે ઘણી વાર સાંભળ્યુ હશે, ત્યારે આ વખતે મક્કા મદીનામાં ટેન્ટ ભાડે રાખવાના બહાને વલસાડના 23થી વધુ લોકો રૂપિયા 3.44 કરોડની ઠગાઈમાં છેતરાયા હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, વલસાડ શહેરના મોટા તાઇવાડ મસ્જિદ પાસે રહેતા 44 વર્ષીય સાદ્દીક મહમદ નજમલ હુશેન ઈસબના ઘરની નજીકમાં રહેતી ઝેબા મુબારક અબ્દુલ સાથીયાએ તેમને જણાવ્યું હતું કે, મક્કા મદીનામાં મોટેલો તેમજ મુંબઈ અને હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં કન્ટ્રક્શનનો વ્યવસાય કરતી કંપનીઓ સાથે તેમનો વ્યવહાર ચાલે છે. ઉપરાંત તેણીએ મક્કા મદીનામાં ટેન્ટ ભાડે રાખવાનું પણ જણાવ્યુ હતું. જેમાં ટે મક્કા મદીના હજ પઢવા જતાં લોકો પાસેથી ડબલ ભાડું વસૂલી કમાણી કરે છે.

વલસાડના 23થી વધારે લોકોને રોકાણ કરવું હોય તો રૂપિયા 1 લાખથી રોકાણ કરી શકો છો જેમાં તમને માત્ર 3 માસમાંજ 90 હજાર કમાવવા મળશે જેવી લોભામણી લાલચો આપીને ચૂનો ચોપડ્યો હતો. ઠગાઈ કરવામાં ઝેબા મુબારક અબ્દુલ સાથીયા, પતિ મુબારક અબ્દુલ સાથીયા, પિતા મુસ્તાક મામુદ નવલા, ભાઈ તોસીફ મુસ્તાક નવલા, મુબારક અબ્દુલ લતીફ સાથિયા, અમીન અબ્દુલરહીમ મનીઆર, ઉસ્માન આસિફ નવલા અને આસિફ માહમૂદ નવલા એક બીજાની મદદગારીથી વલસાડના 23થી વધુ લોકો પાસેથી રૂપિયા 3.44 કરોડ રોકાણ કરવાના નામે લીધા હતા. ગત વર્ષ 2017ની 30મી નવેમ્બર પછી ઝેબા તેમજ પતિ સહિતનો પરિવાર જોવા મળ્યો નથી. હાલ તો તેઓ ઇંગ્લેન્ડ ભાગી ગયા હોવાની વાતો જાણવા મળી રહી છે. લોકોને લોભામણી સ્કીમો બતાવી રૂપિયા પરત ન આપતા સાદ્દીક મહમદ ઈસબે વલસાડ સીટી પોલીસ મથકે ઝેબા સાથિયા અને તેના સાગરીતો વિરુદ્ધ લોકોને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

Next Story