Connect Gujarat
Featured

વલસાડ : આરોગ્‍ય વિભાગ દ્વારા સગર્ભા મહિલાઓની સારવાર અવિરત જારી, સરકારી સંસ્‍થાઓમાં 10 હજારથી વધુ પ્રસુતિઓ કરાવી

વલસાડ : આરોગ્‍ય વિભાગ દ્વારા સગર્ભા મહિલાઓની સારવાર અવિરત જારી, સરકારી સંસ્‍થાઓમાં 10 હજારથી વધુ પ્રસુતિઓ કરાવી
X

વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણની સ્‍થિતિ વચ્‍ચે પણ પૂરતી તકેદારી રાખી સમગ્ર જિલ્લામાં સગર્ભા મહિલાઓની સારવાર અવિરત ચાલુ રાખવામાં આવી છે.

હાલ કોરોના વાઇરસના કેસોમાં દિન પ્રતિદિન ઘટાડો થઇ રહયો છે, તેમજ તબક્કાવાર કોરોના વિરોધી રસી પણ આપવામાં આવી રહી છે. પરંતુ કોરોનાની મહામારીની શરૂઆતના સમયથી આજદિન સુધી આરોગ્‍ય વિભાગના સ્‍ટાફે સતત ખડેપગે હાજર રહી સેવાઓ આપતા રહયા છે. જેના ફળસ્‍વરૂપે એપ્રિલ-2020થી જાન્‍યુઆરી-2021 સુધીના સમયગાળામાં વલસાડ જિલ્લાની સરકારી સંસ્‍થાઓમાં કુલ 10,019 સફળ પ્રસુતિઓ કરાવવામાં આવી છે. જેમાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો ખાતે 713, સબ ડિસ્‍ટ્રિકટ હોસ્‍પિટલો ખાતે 4,312, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રો ખાતે 3,828 તથા સિવિલ હોસ્‍પિટલ વલસાડ ખાતે 1,166 પ્રસુતિઓ કરાવવામાં આવી હોવાનું મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારીએ જણાવ્યુ છે.

Next Story