Connect Gujarat
Featured

વલસાડ : કોરોના પોઝીટીવ કેસ ધરાવતા વિસ્‍તારમાં એ.પી. સેન્‍ટર અને કન્‍ટેઇનમેન્‍ટ એરીયા જાહેર કરાયા

વલસાડ : કોરોના પોઝીટીવ કેસ ધરાવતા વિસ્‍તારમાં એ.પી. સેન્‍ટર અને કન્‍ટેઇનમેન્‍ટ એરીયા જાહેર કરાયા
X

વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં કોરોના પોઝીટીવ કેસો જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્‍યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્‍ટ્રેટ આર.આર.રાવલે એપેડેમીક ડીસીઝ એકટ અન્‍વયે તેમને મળેલી સત્તાની રૂએ એ.પી. સેન્‍ટર અને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન નક્કી કરી તાત્‍કાલિક અસરથી તા. ૫/૦૩/૨૦૨૧ સુધી આ વિસ્‍તારોને ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે, અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકયો છે. જે અનુસાર એ.પી. સેન્‍ટર તરીકે જાહેર થયેલા વિસ્‍તારોમાં પારડી નગરપાલિકા વિસ્‍તારના સ્‍ટેશન રોડ, બાલાખાડી ખાતે આવેલા ફલેટ તેમજ વલસાડ નગરપાલિકા વિસ્‍તારના હાલર રોડ ઉપર આવેલા ફલેટ નં. ૩૦૧નો સમાવેશ થાય છે. જ્‍યારે કન્‍ટેઇઇનમેન્‍ટ એરીયા તરીકે જાહેર થયેલા વિસ્‍તારોમાં પારડી નગરપાલિકા વિસ્‍તારના સ્‍ટેશન રોડ, બાલાખાડી ખાતે આવેલા મેહુલ કો.ઓ.હા.સો. બી વિંગના ત્રીજા માળ ઉપર આવેલા તમામ ફલેટસ તેમજ વલસાડ નગરપાલિકા વિસ્‍તારના હાલર રોડ ઉપર આવેલા સુવર્ણગંગા એપાર્ટમેન્‍ટના ત્રીજા માળ ઉપર આવેલા બધા ફલેટસના તમામ હદ વિસ્‍તારોનો સમાવેશ થાય છે. અત્રેના રહેવાસીઓને આવશ્‍યક ચીજ વસ્‍તુઓ જે તે નગરપાલિકા દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે. સંબંધિત વિસ્‍તારોના તમામ રહેવાસીઓનું સ્‍ક્રીનિંગ આરોગ્‍ય વિભાગ દ્વારા કરવામાં આવશે. આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્‍ય સરકારી અને અર્ધ સરકારી, ખાનગી દવાખાના સ્‍ટાફ તથા ઇમરજન્‍સી સેવા સાથે સંકળાયેલા વ્‍યક્‍તિ કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તથા ભારત સરકારના ગૃહ મંત્રાલયના અગાઉ ઇસ્‍યુ કરેલા હુકમોથી જાહેર કરવામાં આવેલ આવશ્‍યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઇસ્‍યુ કરવામાં આવ્‍યા છે તેઓ તથા સ્‍મશાનયાત્રાને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્‍યક્‍તિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા તેમજ નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની જોગવાઇ મુજબ વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

Next Story