Connect Gujarat
ગુજરાત

વલસાડ: વિવિધ શાળાઓમાં ૩૦૦૦થી વધારે બાળાઓને કરાટેની સ્વરક્ષાની અપાઇ વિશિષ્ટ તાલીમ

વલસાડ: વિવિધ શાળાઓમાં ૩૦૦૦થી વધારે બાળાઓને કરાટેની સ્વરક્ષાની અપાઇ વિશિષ્ટ તાલીમ
X

‘હું ભરપુર આત્મવિશ્વાસ અનુભવી રહી છું. આ જ આત્મવિશ્વાસ મારી આંખોમાં હશે જયારે કોઇ મને છેડતી કે હેરાન કરવાનું વિચારશે.’ આ ઉર્જા સભર શબ્દો છે ગુજરાતની એક દિકરી ઋશાંગીના.

ગુજરાતની દિકરીઓ વધુને વધુ સશકત બની રહી છે અને તેમનામાં થતા શકિતના સંચયના કામણો આત્મવિશ્વાસ અને નિડરતા પણ પ્રગટી રહયા છે. ધોરણ ૧૧ની વિદ્યાર્થીની ઋશાંગીના આત્મવિશ્વાસથી છલકતા આ શબ્દો તેનું પ્રીતક બન્યા છે.

જી.વી.ડી શાળાની વિદ્યાર્થીની ઋશાંગી પટેલમાં સ્વ-સુરક્ષા માટે કરાટે શીખ્યા બાદ પોતાનામાં નવા જાશ અને આત્મસન્માન પ્રગટયા હતા. આત્મવિશ્વાસની આ લહેર ૩૦૦૦થી વધારે વિદ્યાર્થીનીઓમાં જાઇ શકાય છે. વલસાડની વિદ્યાર્થીનીઓમાં આત્મવિશ્વાસ જગાડવાનું અને બાળાઓને તન અને મન બન્ને દ્વારા સ્વ-સુરક્ષા માટે તૈયાર કરવાનું ભગીરથ કાર્ય અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદની વલસાડ શાખા દ્વારા કરવામાં આવી રહ્યા છે.

અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વલસાડ શાખા દ્વારા વર્ષ-૨૦૧૮થી ફ્રી કરાટે સ્વ-સુરક્ષા તાલીમ વર્કશોપ ‘મીશન સાહસી-મેકિંગ ધ ફીઅરલેશ’ શરૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે ચાર દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લાની વિવિધ શાળાઓમાં ૩૦૦૦થી વધારે બાળાઓને કરાટેની વિવિધ ટેકનિકો દ્વારા આત્મરક્ષા કરતાં શિખવવામાં આવ્યું છે.

તાલીમમાં પંચ, કિક, બ્લોક, ચોપ જેવી બેઝીક ટેકનીક તથા પરિસ્થિતિ આધારિત ટેકનીક જેમાં કોઇ હથિયારનો ઉપયોગ કરી ઇજા પહોચાડવાનો પ્રયાસ કરે ત્યારે અને કોઇ તેમને કિડનેપ કરવા અથવા જકડીને ઇજા પહોચાડવાનો પ્રયાસ કરે ત્યારે કેવી રીતે પોતાને બચાવવું અને પરિસ્થિતિનો સામનો કરવો તે શીખવવામાં આવ્યું હતું.

‘સશકત ગુજરાત માટે સશકત મહિલા’ એ ગુજરાતના સર્વસમાવેશક વિકાસનો મંત્ર રહયો છે. મહિલા સશકિતકરણ માટે સરકાર દ્વારા સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સુરક્ષાના પરિણામલક્ષી પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ જયારે આ કાર્યોમાં જાહેર જનતા અને જાહેર સંસ્થાઓ ભાગ લે છે ત્યારે જ સોનામાં સુગંધ ભળી કહી શકાય.

Next Story