Connect Gujarat
ગુજરાત

વલસાડ : વિદેશથી આવેલા 76 વ્યક્તિ ઓની મેડીકલ તપાસ કરાઇ, કોરોના વાયરસ અંગે કોન્ફરન્સ યોજાઇ

વલસાડ : વિદેશથી આવેલા 76 વ્યક્તિ ઓની મેડીકલ તપાસ કરાઇ, કોરોના વાયરસ અંગે કોન્ફરન્સ યોજાઇ
X

વિશ્વ

આરોગ્‍ય સંસ્‍થાએ નોવેલ કોરોના વાયરસને મહામારી તરીકે જાહેર કર્યો છે, ત્‍યારે રાજય સરકારે પણ આગમચેતીના ભાગરૂપે સાવચેતીના પગલાં લીધા છે. વલસાડ

જિલ્લાના લોકોને નોવેલ કોરોના વાયરસ રોગ સામે રક્ષણ મેળવવા અને તેની જાણકારી મળી

રહે તે માટે જિલ્લા કલેકટર સી.આર. ખરસાણે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજી હતી.

નોવેલ

કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા સાવચેતીના પગલાં સાથે લોકસહયોગ જરૂરી છે. વલસાડ

જિલ્લામાં અત્‍યાર સુધીમાં ૧૧ દેશોમાંથી ૭૬ વિદેશી વ્‍યકિતઓ આવી છે. તેમની સંપૂર્ણ

મેડીકલ તપાસ કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. જિલ્લામાં

જુદી જુદી જગ્‍યાએ ૧૦૦ જેટલા આઇસોલેટેડ બેડ તૈયાર કરવામાં આવ્‍યા છે. જયારે ખાનગી

હોસ્‍પિટલોમાં પણ ૩૬ બેડની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. રાજય સરકારની સુચના મુજબ

શાળા-કૉલેજો, સિનેમા ઘરો બંધ રાખવામાં આવ્‍યા છે. જયાં ભીડ વધુ થતી

હોય તેવી સંસ્‍થાઓ, ઇન્‍ડસ્‍ટ્રીઓ, મોલ વગેરેને સ્‍વૈચ્‍છિક રીતે બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. નોવેલ

કોરોના વાયરસ સમગ્ર દુનિયામાં પ્રસરી રહ્યો છે, ત્‍યારે

આપણે પણ સતર્ક રહેવાની ખૂબજ જરૂર છે. આ એક સંક્રમિત રોગ છે, નોવેલ કોરોના વાયરસથી બચવા બિન જરૂરી ઘરથી બહાર ન નીકળવા, હાથ મિલાવવાનું ટાળી નમસ્‍તે કરવા, સાબુથી કે

સેનીટાઇઝેશનથી હાથ ધોવા, ભીડભાડવાળી જગ્‍યાએ જવાનું

ટાળવા, ગમે ત્‍યાં ન થૂંકવા, ખાંસી કે છીંક આવે તો રૂમાલ રાખવા જણાવ્‍યું હતું.

જિલ્લા

વિકાસ અધિકારી અર્પિત સાગરે રોગ પ્રતિકારક શકિત ઓછી હોય તેવા વ્‍યકિતઓને ખાસ કાળજી

રાખવા જણાવ્‍યું હતું. નોવેલ કોરોના વાયરસ અંગે લોકો જાગૃત બને તે માટે આંગણવાડીની

બહેનો દ્વારા પ્રચાર કરીને જાગૃતિ કેળવવામાં આવી રહી છે. જાહેરમાં થૂકવા ઉપર દંડની

કાર્યવાહી શહેરમાં નગરપાલિકા તેમજ ગ્રામ્‍યકક્ષાએ તલાટી દ્વારા કરાશે, તેમ જણાવ્‍યું હતું. ડૉ. મનોજ પટેલે નોવેલ કોરોના વાયરસ અંગેની વિસ્‍તૃત

માહિતી પ્રેઝેન્‍ટેશન દ્વારા આપી હતી. કોન્‍ફોરન્‍સ દરમ્યાન ડો. અનિલ પટેલ, તજજ્ઞ ડોકટર્સ અને મીડીયા કર્મીઓ હાજર રહ્યા હતા.

Next Story