Connect Gujarat
Featured

વલસાડ : કોરોના સામે રક્ષણ મળે તે હેતુ ધરમપુરમાં 70 હજારથી વધુ લોકોને આરોગ્યાવર્ધક ઉકાળાનું વિતરણ કરાયું

વલસાડ : કોરોના સામે રક્ષણ મળે તે હેતુ ધરમપુરમાં 70 હજારથી વધુ લોકોને આરોગ્યાવર્ધક ઉકાળાનું વિતરણ કરાયું
X

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આયુષ નિયામકની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી, તિસ્‍કરી તલાટના ડૉ. સેજલ પટેલના માર્ગદર્શન હેઠળ પહેલ ચેરીટેબલ ટ્રસ્‍ટના સ્‍વયં સેવકોના સહયોગથી 70 હજારથી વધુ લોકોને આરોગ્‍યવર્ધક ઊકાળાનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

તા.૨૦/૦૭/૨૦૨૦થી સાત દિવસ આ વિતરણ કામગીરી માટે દરરોજ 80 લિટરથી વધુ ઉકાળો 3 રાઉન્‍ડમાં બનાવવામાં આવતો હતો. જેમાં વિવિધ વિસ્‍તારો જેવા કે, પ્રતાપબા પાર્ક, જાંબુડી, મોટા બજાર, દશોંદી સ્‍ટ્રીટ, લક્ષ્મી નારાયણ મંદિર, રામજી મંદિર, મહાલક્ષ્મી સોસાયટી, હનુમાન સ્‍ટ્રીટ, કુંભારવાડ, વીમળદેશ્વર મહાદેવ, હાથીખાના, ટાવર પાસે, ત્રણ દરવાજા, ગાર્ડન રોડ, નગરપાલિકા ઓફિસ, પોલીસ સ્‍ટેશન, મામલતદાર ઓફિસ, તાલુકા હેલ્‍થ ઓફિસ, તાલુકા પંચાયત ઓફિસ, લાઇબ્રેરી પાસે, જયાગૌરી પાર્ક સહિત 22થી વધુ જાહેર સ્થળો પર વિનામુલ્યે આરોગ્‍યવર્ધક ઉકાળા વિતરણનો લાભ લોકો દ્વારા લેવામાં આવ્‍યો હતો.

Next Story