વલસાડ : ડહેલી ગામેથી 9 લાખથી વધુનો ગાંજો ઝડપાયો

0

વલસાડના ઉમરગામ તાલુકાના ડહેલી ગામે  થી એસ.ઓ.જી અને ભિલાડ પોલીસ દ્વારા 97 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો..આરોપી યુવકની અટકાયત  કરી વધુ તપાસ હાથ ધરી હતી.

વલસાડના ઉમરગામ તાલુકામાં ડહેલી ગામે ગાંજો મળતો હોવાની બાતમી ભિલાડ પીએસઆઇને મળતા વાપી એસ.ઓ.જી અને ભિલાડ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયુ હતું. જેને લઈને પવન પ્રતાપસિંહ પાલ નામના આરોપી કે જે 2016 ની સાલઆ ગાંજો વેંચતા પોલીસના હાથે ઝડપાઇ ગયેલ હોય જેને જામીન પર છૂટી જતા ફરી ગાંજો સંગ્રહ કર્યો હોવાની બાતમી મળી હતી. જેને લઈને પોલીસ અને એસઓજી દ્વારા રેડ  કરવામાં આવી હતી. જેમાં 97 કિલોગ્રામ ગાંજો જેની કિંમત 9,70,000 રૂપિયા આરોપી પવન પ્રતાપસિંહ પાલ ના ઘર માંથી પોલીસને મળી આવ્યો હતો. સમગ્ર મામલે આરોપી આ ગાંજો ક્યાંથી લાવ્યો છે અને કોઈ અન્ય પણ તેની સાથે સંકળાયેલ છે કે કેમ તેની તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here