Connect Gujarat
ગુજરાત

વલસાડ : નર્મદા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ઔરંગા નદીના નીરના કરાયા વધામણાં

વલસાડ : નર્મદા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ઔરંગા નદીના નીરના કરાયા વધામણાં
X

સરદાર સરોવર ડેમ પ્રથમ વાર પૂર્ણ સપાટીએ પહોંચતા નર્મદા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વલસાડ ખાતે મંત્રી કિશોર કાનાણીની અધ્યક્ષતામાં ઔરંગા નદીના નીરના વધામણાં કરવામાં આવ્યા હતા.

નર્મદા જીલ્લામાં સરદાર સરોવર ડેમ પ્રથમ વાર પૂર્ણ સપાટીએ પહોંચતા રાજયભરમાં નર્મદા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે નર્મદા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વલસાડ ખાતે મંત્રી કિશોર કાનાણીની અધ્યક્ષતામાં ઔરંગા નદીના નીરના વધામણાં કરવામાં આવ્યા હતા.

સરદાર સરોવર ડેમ બાંધવામાં આવ્યા બાદ પ્રથમ વાર ઐતિહાસિક પૂર્ણ સપાટી વટાવાતા સમગ્ર ગુજરાતમાં નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી કિશોર કાનાણી ઉપસ્થિત રહ્યાં હતા અને ઔરંગા નદીની આરતી ઉતારી નદીના નીરના વધામણાં કર્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે, ડેમ બનાવી ગુજરાતના ખેડૂતોને પાણીદાર બનાવવાનું સપનું સરદાર વલ્લભભાઈ પટેલનું હતું અને આજે ૭૦ વર્ષ બાદ તેઓનું સપનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂરું કર્યું છે॰ સાથે સાથે પ્લાસ્ટિક મુક્ત ભારત બનશે અને લોકો આ જન આંદોલન બનાવીને દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવશે.

Next Story