Connect Gujarat
ગુજરાત

વલસાડ: માનવ અધિકાર એસો. દ્વારા વિદ્યાર્થીઓને રેઇનકોટ વિતરણ કરાયા

વલસાડ: માનવ અધિકાર એસો. દ્વારા વિદ્યાર્થીઓને રેઇનકોટ વિતરણ કરાયા
X

ભારતીય માનવ અધિકાર એસોસીએશન દ્વારા જરૂરિયાતમંદોને શિયાળાની ઋતુમાં ગરમ ધાબળા તેમજ ચોમાસની ઋતુમાં રેઇનકોટ-છત્રી તેમજ ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વગેરેનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત રકતદાન કેમ્પ તેમજ મેડીકલ ચેકઅપ કેમ્પ સહિત વિવિધ સેવાભાવી કાર્યોમાં પણ સતત કાર્યરત રહે છે.

વરસાદની સીઝન હોઇ ધરમપુર તાલુકાની વિરવલ પ્રા. શાળા, વૃંદાવન આશ્રમ શાળા, ખુંટલી અને જામગભાણ પ્રા.શાળા, કપરાડાની આશ્રમશાળાના ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓને રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માનવાધિકાર એસો.ના પ્રદેશ પ્રમુખ વિનોદસિંહ શર્મા, માલિક મોદી, હેમંતભાઇ દેસાઇ, વિજય ચોબે, દિલીપ દુબે અને દિલીપભાઇએ જહેમત ઉઠાવી હતી. વિદ્યાર્થીઓને રેઇનકોટ મળતાં તેઓ ખુશખુશાલ થઇ ગયા હતા. સંબંધિત શાળાના આચાર્યો અને શિક્ષકગણે પણ સંસ્થાની સેવાકીય કામગીરીને બિરદાવી વિદ્યાર્થીઓને રેઇનકોટ આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Next Story