Connect Gujarat
Featured

વલસાડ : ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથ દ્વારા જિલ્લાના 5113 વ્‍યક્‍તિઓનું પ્રાથમિક તબીબી પરિક્ષણ કરાયું

વલસાડ : ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથ દ્વારા જિલ્લાના 5113 વ્‍યક્‍તિઓનું પ્રાથમિક તબીબી પરિક્ષણ કરાયું
X

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં આરોગ્‍યલક્ષી કામગીરી માટે 30 આર.બી.એસ.કે. ટીમ સાથેના વાહનોને ધન્‍વંતરી આરોગ્‍ય રથ તરીકે કાર્યરત કરાયા છે. ધન્‍વંતરી આરોગ્‍ય રથ દ્વારા આરોગ્‍ય સેતુ એપ દ્વારા અલગ તારવાયેલા કન્‍ટેઇનમેન્‍ટ વિસ્‍તારોમાં તાવ, શરદી, ઝાડા, ડાયાબિટીસ, બીપી, ચામડીના રોગો વગેરેનું નિદાન અને સ્‍થળ પર પ્રાથમિક સારવારની સેવાઓ આપવામાં આવી રહી છે.

વલસાડ જિલ્લામાં ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથની વિવિધ ટીમો દ્વારા તા. ૧૫/૭/૨૦૨૦ના રોજ વલસાડ તાલુકાના દાંડી, ઊંટડી, માલવણ, નાની મહેતવાડ, રોલા, તિથલ લશ્‍કરી રોડ, પારનેરા પારડી, વાંકલ, જુજવા, રામવાડી અને મિશન કોલોની, પારડી તાલુકાના બાલદા, મોટા વાઘછીપા, અંબાચ, પરીયા, રેંટલાવ, કોલક અને પારડી, વાપી તાલુકાના વાસણ ફળિયું, મણિનગર, કોળીવાડ, હરિયાપાર્ક, આઝાદનગર, બલીઠા, નાની તંબાડી, ચણોદ અને વાપી શહેર, દાદરીમોરા, ભડકમોરા, મોટી સુલપડ, નાની સુલપડ, પટેલ ફળિયું અને સેન્‍ટ્રલ બજાર જ્‍યારે ઉમરગામ તાલુકાના ઝરોલી, ભિલાડ, સરીગામ સંજાણ અને ફણસા ગામના વિવિધ વિસ્‍તારોમાં 1310 ઘરોના 5113 વ્‍યક્‍તિઓનો સર્વે કરાયો હતો. જેમાં 1200 આરોગ્‍ય સેતુ એપ ડાઉનલોડ કરાવાઇ હતી. જ્‍યારે 734 ઉકાળા વિતરણ અને 3442 સંશમની વટી ટેબ્‍લેટનું વિતરણ કરાયું હતું. પ્રાથમિક તબીબી પરીક્ષણ દરમિયાન 60 વ્‍યક્‍તિઓમાં પ્રાથમિક લક્ષણો જણાતાં તેઓને જરૂરિયાત મુજબની દવાઓ આપવામાં આવી હતી.

Next Story