Connect Gujarat
Featured

વલસાડ : કપરાડા ખાતે અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટમ લાભાર્થીઓનું અભિવાદન સહિત રેશનકાર્ડ વિતરણ સમારોહ યોજાયો

વલસાડ : કપરાડા ખાતે અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટમ લાભાર્થીઓનું અભિવાદન સહિત રેશનકાર્ડ વિતરણ સમારોહ યોજાયો
X

રાષ્‍ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્‍ટ લાભાર્થીઓનો અભિવાદન સમારોહ વલસાડ જિલ્લાના કપરાડા કોમ્‍યુનિટી હોલ ખાતે યોજાયો હતો. સમગ્ર રાજ્‍યના પ૦ લાખ લાભાર્થીઓના સામુહિક અભિવાદન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્‍યમંત્રી વિજય રૂપાણી વર્ચ્‍યુઅલી સહભાગી બન્‍યા હતા.

આ અવસરે કપરાડા ધારાસભ્‍ય જીતુ ચૌધરીએ જણાવ્‍યું હતું કે, રાજયના મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ ગરીબો માટેની અતિ મહત્ત્વની યોજનાની આજથી શરૂઆત કરી છે. કોરોનાની મહામારીમાં પણ રાજય સરકારે મફત અનાજ પુરૂ પાડયું છે. વન નેશન વન રેશનકાર્ડ યોજના હેઠળ એન.એફ.એસ.એ. કાર્ડ વિભાજન બાદ પણ એન.એફ.એસ.એ. કાર્ડ તરીકે યથાવત રહેશે જેથી ગરીબોને ફાયદો થશે તેમ જણાવ્‍યું હતું. આ યોજનાથી વૃદ્ધો, વિધવા, ગરીબો કે સંસ્‍થા, વૃધ્‍ધાશ્રમ કે અનાથાશ્રમમાં રહેતા હોય તેમને લાભ મળવાપાત્ર થશે. ગરીબોને આ યોજનાથી વિશેષ લાભો થશે. કપરાડા તાલુકામાં એપ્રિલથી આજદિન સુધીમાં ૨૩ દિવ્‍યાંગ લાભાર્થીઓ, વૃદ્ધ પેન્‍શન મેળવતાના ૫૦૭ લાભાર્થીઓ, ગંગા સ્‍વરૂપા પેન્‍શન મેળવા ૨૭ લાભાર્થીઓ, શ્રમયોગીઓના ૪૨૩ લાભાર્થીઓ અને અન્‍ય ૩૦૪૬ લાભાર્થીઓનો કેટેગરીવાઇઝ ઉમેરો કરાયો છે, તેમને પણ આ યોજના હેઠળ રાશન મળી રહેશે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્‍તે રાષ્‍ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળના લાભાર્થીઓનું સન્‍માન કરવા ઉપરાંત રેશનકાર્ડનું વિતરણ કરાયું હતું. જ્‍યારે કોવિડ-૧૯ દરમિયાન આરોગ્‍ય વિભાગ દ્વારા કરાયેલી કામગીરી તેમજ કિસાન સૂર્યોદય યોજના અંગેની ફિલ્‍મનું નિદર્શન કરાયું હતું. આ ઉપરાંત રાષ્‍ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ લાભાર્થીઓના સમાવેશ અંગેની ફિલ્‍મ, વન નેશન વન રેશનકાર્ડ કવીકીનું વર્ચ્‍યુઅલી નિદર્શન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા કલેકટર આર.આર.રાવલ, જિલ્લા પુરવઠા અધિકારી વી.સી.બાગુલ, મામલતદાર કે.એસ.સુવેરા સહિત અમલીકરણ અધિકારી/કર્મચારીઓ વિવિધ ગામોના સરપંચો, અગ્રણીઓ, ગ્રામજનો, લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

Next Story