Connect Gujarat
ગુજરાત

વલસાડ : વાપીમાં ફાયનાન્સ કંપનીમાંથી 10 કરોડ રૂપિયાની લુંટ, જુઓ લુંટારૂઓના સીસીટીવી ફૂટેજ

વલસાડ : વાપીમાં ફાયનાન્સ કંપનીમાંથી 10 કરોડ રૂપિયાની લુંટ, જુઓ લુંટારૂઓના સીસીટીવી ફૂટેજ
X

વલસાડ

જિલ્લાના વાપીના ચણોદ વિસ્તારમાં આવેલી આઇઆઇએફએલની ગોલ્ડલોન અને ફાયનાન્સની

ઓફિસમાં ત્રાટકેલાં લુંટારૂઓ 10 કરોડ રૂપિયા ઉપરાંતની લુંટ ચલાવી ફરાર થઇ ગયાં છે. ત્રણ જેટલા લુંટારૂઓ

લુંટનો સામાન સફેદ રંગની કારમાં મુકતા સીસીટીવીમાં દેખાઇ રહયાં છે.

વલસાડ

જિલ્લાના વાપીમાં ગુરૂવારની સવારે 10 વાગ્યાના અરસામાં 10 કરોડ રૂપિયા ઉપરાંતની લુંટની ઘટનાએ

પોલીસને દોડતી કરી દીધી છે. આઇઆઇએફએલની ઓફિસ ખુલતાની સાથે ત્રાટકેલા લુંટારૂઓ

કર્મચારીઓને સેલો ટેપથી બાંધીને 8 કરોડના સોના સહિત 10 કરોડની લૂંટ

ચલાવીને માત્ર 10 મિનિટમાં

સફેદ રંગની કારમાં નાસી છુટયાં હતાં.

વાપીના ચણોદ

વિસ્તારમાં ચંદ્રલોક એપાર્ટમેન્ટના પહેલા માળે IIFL ગોલ્ડ લોન અને ફાયનાન્સની ઓફિસ આવેલી છે.

બુકાની બાંધીને આવેલાં લુંટારૂઓને રીવોલ્વર અને અન્ય હથિયારો બતાવી કર્મચારીઓને

બંધક બનાવી લીધાં હતાં. નજીકમાં લાગેલાં સીસીટીવીમાં લુંટની આખી ઘટના જોવા મળી

હતી. લેંગો અને ઝભ્ભો પહેરેલો એક લુંટારૂ સોનાના દાગીના અને રોકડ રકમ ભરેલાં કાળા

રંગના થેલાને ઉંચકીને રોડની સામેની સાઇડ પર પાર્ક કરેલી સફેદ રંગની કાર સુધી લઇ

જાય છે અને થેલાને કારની ડીકીમાં મુકવામાં આવે છે. કરોડો રૂપિયાની લુંટની ઘટના બાદ

રાજયભરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે. લુંટની ઘટનામાં જાણભેદુનો હાથ હોવાની

શકયતાઓ પણ પોલીસ ચકાસી રહી છે.

Next Story