Connect Gujarat
Featured

વલસાડ : સરીગામ GIDCમાં રબર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગ દોડ્યું

વલસાડ : સરીગામ GIDCમાં રબર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગ દોડ્યું
X

વલસાડ જિલ્લાના સરીગામ GIDCમાં આવેલ રબર બનાવતી કંપનીમાં આગ લાગવાના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

મળતી માહિતી અનુસાર, સરીગામ GIDC વિસ્તારના ફણસામાં આવેલી દસ્મેશ રબર ઈન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. રબર બનાવતી કંપનીમાં આગ લાગતાની સાથે જ આસપાસના લોકોમાં ભાગદોડ મચી હતી.

સમગ્ર બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આગ ઉપર કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. દસ્મેશ રબર ઈન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગથી મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે આગ લાગવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

Next Story