Connect Gujarat
Featured

વલસાડ : આવતીકાલથી શાળાઓ થશે ધમધમતી, જુઓ કેવી છે શાળા સંચાલકોની તૈયારી..!

વલસાડ : આવતીકાલથી શાળાઓ થશે ધમધમતી, જુઓ કેવી છે શાળા સંચાલકોની તૈયારી..!
X

રાજ્ય સરકાર દ્વારા તા. 11 જાન્યુયારી એટલે કે, આવતી કાલથી ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે વલસાડ જિલ્લાની 274 જેટલી શાળાઓ પણ શરૂ થવા જઈ રહી છે. જેમાં શાળા સંચાલકો દ્વારા સેનેટાઇઝર સહિત વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે.

રાજ્યભરમાં આવતી કાલથી ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ કરવા રાજ્ય સરકારનો નિર્ણય લેવાયો હતો. જેના ભાગરૂપે વલસાડ જિલ્લાના શાળા સંચાલકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ધોરણ 10 અને 12ની 274 જેટલી શાળાઓ ફરી ધમધમતી થશે. ઉપરાંત અહીની શાળાઓમાં અંદાજે 8 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હોય છે, ત્યારે કોરોના મહામારીના પગલે સરકારની ગાઈડલાઇન મુજબ શાળા સંચાલકો દ્વારા સેનેટાઇઝરની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તો સાથે જ વિદ્યાર્થીઓ માટેની બેઠક વ્યવસ્થા અંગે પણ કવાયત શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત શાળા સંચાલકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝ સહિતના તમામ નિયમોનું પણ પાલન કરવામાં આવશે.

Next Story