Connect Gujarat
ગુજરાત

વલસાડઃ જ્ઞાન સાથે ગમ્મતનો સુમેળ સાધી બાળકોનુ ભવિષ્ય ઘડતર કરવા યોજાઇ ‘સાયન્સ કવીઝ’ સ્પર્ધા

વલસાડઃ જ્ઞાન સાથે ગમ્મતનો સુમેળ સાધી બાળકોનુ ભવિષ્ય ઘડતર કરવા યોજાઇ ‘સાયન્સ કવીઝ’ સ્પર્ધા
X

શાળા બાળકોના શિક્ષણ ઉપરાંત ભવિષ્ય ઘડવા માટે એક ઉદ્દિપકનું કામ કરે છે. ગુજરાત સરકાર દ્વારા ‘ભાર વિનાનું ભણતર’ સુત્ર ધ્યાને રાખી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. શાળાના ભણતર, રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા બાળકોને શારિરીક માનસિક રીતે તંદુરસ્ત બનાવવાના સહીયારા પ્રયાસો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહયા છે.

ધરમપુરની એસએમએસએમ હાઇસ્કુલ દ્વારા બાળકોને

ભવિષ્યમાં દરેક ક્ષેત્રે સક્ષમ બનાવવા તથા વૈજ્ઞાનિક અભિગમ કેળવવાના હેતુ સર ધોરણ ૧૦ના

વિદ્યાર્થીઓની ‘સાયન્સ કવીઝ’ સ્પર્ધાનું

આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાના ધોરણ-૧૦ના તમામ વિદ્યાર્થીઓની

પરીક્ષા લીધા બાદ વધુ ગુણ લાવનાર ૨૫ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી ત્યાર બાદ

ફરી ટેસ્ટ અને ઇન્ટરવ્યુ લીધા બાદ ૧૨ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી. આ ૧૨

વિદ્યાર્થીઆ માથી ૪ ટીમ બનાવવામાં આવી હતી. સ્પર્ધામાં એમ.સી.કયુ, મેથ્સ, બઝર, મોડેલ ઓળખ અને

રેપીડફાયર એમ ૫ રાઉન્ડ રાખવામાં આવ્યા હતા. શાળાના વિજ્ઞાન અને ગણિતના શિક્ષક ગણ

દ્વારા બાળકોને આ ર્સ્પધા માટે ખાસ તૈયારી કરવા માટે જરૂરી ર્માગદર્શન પુરું

પાડવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ બધી પ્રવૃતિઓમાં ભાગ લોધો હતો.

જિલ્લા શિક્ષણ અધિકારી કે.એફ.વસાવાએ શાળામાં

યોજવામાં આવતી વિવિધ પ્રકારની સ્પર્ધાઓ વિશે જણાવ્યુ઼ં હતું કે, જ્ઞાન સાથે ગમ્મતનો સુમેળ થાય તેવી શાળાઓ બાળકોનું ઉજજવળ ભવિષ્ય બનાવવા

સક્ષમ બને છે. એસએમએસએમ હાઇસ્કુલના શિક્ષકગણને આવી પ્રેરણાદાયી ફરજ બજાવવા માટે

અભિનંદન પાઠવ્યા હતા.

સ્પર્ધાના વિજેતા ટીમ કાજલ એ. પટેલ, મીનલ એ. પટેલ, મોહિની વી. પટેલને મેડલ અને સિકકાઓ

આપી પ્રોત્સાહીત કર્યા હતા. ર્સ્પધામાં બેસ્ટ પફોર્મન્શ માટે ધોરણ ૧૦ ની

વિદ્યાર્થીની પ્રિયાંશી મુકેશભાઇ મહેતા વિજેતા બની હતી. શાળામાં યોજાતી દરેક

ર્સ્પધાઓ માટે વિજેતાઓને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવે છે.

શાળા કેળવણી મંડળ દ્વારા આ ઉપરાંત સાંસ્કૃતિક

કાયક્રમો, વાર્ષિક મહોત્સવ, આનંદ મેળો,

વિજ્ઞાન મેળો, જેવી વિવિધ ર્સ્પધાઓ અને

પ્રવૃતિઓનું આયોજન કરી બાળકોને અવનવી પ્રવૃતિઓમાં ઓતપ્રોત રાખવામાં આવે છે. જેથી

બાળકો ઉપર ભણતરનું ભારણ ન રહે અને દરેક બાળક પોતાની આગવી પ્રતિભા વિકસાવી શકે.

Next Story