Connect Gujarat
Featured

વલસાડ : પારડીમાં પોલીસે યુવતીને અટકાવી, પછી જે થયું તે જોઇ તમે ચોંકી ઉઠશો

વલસાડ : પારડીમાં પોલીસે યુવતીને અટકાવી, પછી જે થયું તે જોઇ તમે ચોંકી ઉઠશો
X

લોકડાઉનમાં પ્રેમી પંખીડાઓની હાલત કફોડી બની હોવાનો કિસ્સો વલસાડના પારડીમાં બહાર આવ્યો છે. પ્રેમિકાને મળવા યુવતીનો વેશ ધારણ કરી નીકળેલો પ્રેમી પોલીસના હાથે ઝડપાય જતાં આખી ઘટના પ્રકાશમાં આવી છે.

આપ જે દ્રશ્યો જોઇ રહયાં છો તે વલસાડના પારડી પોલીસ સ્ટેશનના છે. પોલીસ સ્ટેશનના ટેબલ ઉપર તમે યુવતીના કપડા જોઇ રહયાં છો. આ કપડા કોઇ યુવતી પાસેથી નહિ પણ એક યુવક પાસેથી કબજે લેવામાં આવ્યાં છે. આ યુવાન કેમ યુવતીના કપડા પહેરીને બહાર નીકળ્યો હતો તેનું કારણ પણ રસપ્રદ છે. છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા લોકડાઉનના કારણે ઠેર ઠેર પોલીસ ચેકીંગ કરાય રહયું છે અને કોઇ કારણ વિના બહાર નીકળનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પારડીમાં રહેતાં એક યુવાનને એક યુવતી સાથે પ્રેમ હતો પરંતુ લોકડાઉનના કારણે તેઓ એકબીજાને મળી શકતાં ન હતાં.

વિરહની આગમાં શેકાય રહેલાં પ્રેમી પંખીડાઓએ એકબીજાને મળવા માટે પ્લાન ઘડયો હતો. મોડી રાત્રીના સમયે યુવાન યુવતીના કપડા પહેરીને મોપેડ લઇને પ્રેમિકાને મળવા માટે નીકળ્યો હતો. રાત્રિના અઢી વાગ્યાના અરસામાં મોપેડ પર એકલી યુવતીને જોઇ બંદોબસ્તમાં રહેલી પોલીસે મોપેડ રોકાવી હતી. પોલીસે મોપેડ સવાર યુવતીની તલાશી લેતાં ચોંકાવનારી વિગત બહાર આવી હતી. યુવતી વાસ્તવમાં યુવક હતો પણ તેણે યુવતીનો વેશ ધારણ કર્યો હતો. પોલીસની પૂછપરછમાં યુવકે તેની પ્રેમિકાને મળવા માટે વેશપલટો કર્યો હોવાની કબુલાત કરી હતી.

Next Story