વલસાડ : ઉમરગામમાં દુકાનનો સ્લેબ તુટતાં એક વ્યકતિને ઇજા, જુઓ LIVE દ્રશ્યો

0
108

વલસાડના ઉમરગામના સ્ટેશન રોડ પર આવેલી કસ્તુર પ્લાઝા બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી થતાં ફુટવેરની દુકાનના માલિકને ઇજા પહોંચી હતી.

વલસાડ ના ઉમરગામ ખાતે સ્ટેશન રોડ પર આવેલ કસ્તુર પ્લાઝા નામની બિલ્ડીંગ આવેલી છે. આ બિલ્ડીંગ જર્જરીત બની જતાં તેમાં રહેતાં લોકોના મકાનો ખાલી કરાવી દેવામાં આવ્યાં હતાં. જો કે બિલ્ડીંગમાં આવેલી દુકાનો વેપારીઓએ ચાલુ રાખી હતી. જર્જરિત બનેલી ઇમારતનો સ્લેબ અચાનક તુટી પડતાં ફુટવેરની દુકાનના માલિકને ઇજા પહોંચી હતી. તેને હાલ સારવાર માટે મુંબઇ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ પણ બહાર આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here