Connect Gujarat
Featured

વલસાડ : જન મન અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં દર બુધવારે સ્લમ વિસ્તારોમાં યોજાશે “આરોગ્ય કેમ્પ”

વલસાડ : જન મન અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં દર બુધવારે સ્લમ વિસ્તારોમાં યોજાશે “આરોગ્ય કેમ્પ”
X

જન મન અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના સ્‍લમ વિસ્‍તારોમાં જિલ્લા કલેકટર આર.આર.રાવલની ઉપસ્‍થિતિમાં આરોગ્‍ય કેમ્‍પ યોજાશે. જેમાં જિલ્લામાં દર બુધવારના રોજ સ્‍લમ વિસ્‍તારોમાં ઓપન કિલીનીક આરોગ્‍ય કેમ્‍પનું આયોજન કરવામાં આવશે તેવું જિલ્લા કલેકટર આર.આર.રાવલે કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં જણાવ્‍યું હતું.

જન મન અભિયાનની શરૂઆત તા. 20મી જાન્‍યુઆરી બુધવારના રોજ વલસાડ નગરપાલિકા વિસ્‍તારની ધોબી તળાવ-7 આંગણવાડી ખાતેથી કરાશે. આ કેમ્‍પમાં બે તબીબ સહિત મેડીકલની ટીમ હાજર રહેશે. સ્‍થળ ઉપર રસીકરણ, પ્રાથમિક સારવાર, રોગ નિદાન સહિત વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત આઇસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડી દાખલ થનારા બાળકોનું સર્વે કરી યાદી તૈયાર કરવા તેમજ શાળાએ ન જતા બાળકોની યાદી પણ તૈયાર કરાશે. વધુમાં નગરપાલિકા દ્વારા પ્રાથમિક સવલતો કેમ્‍પેઇન મોડમાં કાર્યવાહી કરી પુરી પાડવામાં આવશે.

સમગ્ર બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, નિવાસી અધિક કલેકટર અને.એ.રાજપૂત, નાયબ કલેકટર જ્‍યોતિબા ગોહિલ, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ. અનિલ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવા સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Next Story