Connect Gujarat
Featured

વલસાડ : મતદાર જાગૃતિ અંગે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ સ્‍પર્ધાઓ યોજાઇ, 4 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

વલસાડ : મતદાર જાગૃતિ અંગે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ સ્‍પર્ધાઓ યોજાઇ, 4 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
X

વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ જિલ્લા કલેક્‍ટર કચેરી, વલસાડના સંયુક્‍ત ઉપક્રમે સ્‍થાનિક સ્‍વરાજ તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણીઓ-2021 અંતર્ગત મતદાર જાગૃતિ સંદર્ભે વિવિધ સ્‍પર્ધાઓ યોજવામાં આવી હતી.

મતદાર જાગૃતિ સંદર્ભે યોજાયેલ વિવિધ સ્‍પર્ધામાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. જે પૈકી મતદાનનું મહત્ત્વ વિષય ઉપર વકતૃત્‍વ અને નિબંધ સ્‍પર્ધામાં 43 શાળાના 1154 વિદ્યાર્થીઓ, ઓનલાઇન કવીઝ સ્‍પર્ધામાં 51 શાળાના 1874 વિદ્યાર્થીઓ તેમજ એન.એસ.એસ. અને એન.સી.સી.ની 18 શાળાના 1102 વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં ભાગ લેનારા તમામ સ્‍પર્ધકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા છે. આ સ્‍પર્ધાઓનું સંપૂર્ણ આયોજન એસ.વી.એ.પી.ના નોડલ અધિકારી જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.બારીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું.

Next Story